Mount Abu : લ્યો બોલો, હવે માઉન્ટ આબુમાં દારૂ નહિ મળે ?

Mount Abu News : પ્રવાસપ્રિય જનતા એટલે ગુજરાતીઓ, દર અઠવાડિયે, મહિને અને વર્ષે ગુજરાતીઓ પ્રવાસમાં જવાનું પસંદ કરતા હોય છે. સૌથી પ્રિય પ્રવાસન સ્થળોમાં Mount Abuનું નામ સર્વોચ્ચ છે. ત્યારે અંબાજીની બાજુમાં જ આવેલું આ સ્થળ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. રાજસ્થાન વિધાનસભામાં Mount Abuનું નામ બદલવાનો મુદ્દો ગાજ્યો છે. નામ બદલવાની સાથે કેટલાંક પ્રતિબંધો લાગવાની પણ માંગ કરવામાં આવી છે.


Mount Abu નું નામ બદલી આબુ રાજ કરવાની માંગ કરવામાં આવી છે. રાજસ્થાનના રાજ્યકક્ષાના મંત્રીએ રાજસ્થાન સરકાર પાસે માઉન્ટ આબુનું નામ બદલવાની અને માંસ અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ લાદવાની અપીલ કરી છે. આ કારણોસર રાજકીય અને સામાજીક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે ત્યારે રાજ્ય સરકાર શું માઉન્ટ આબુનું નામ બદલશે અથવા દારૂ પર પ્રતિબંધ મુકશે તે સવાલો થઈ રહ્યા છે.

મહત્વનું છે કે, રાજસ્થાનના અનેક પ્રવાસન સ્થળ પૈકી Mount Abuમાં સૌથી વધુ સહેલાણીઓ આવતા હોય છે. ગુજરાતીઓ માટે એવરગ્રીન પસંદગીનું સ્થળ માઉન્ટ આબુ છે. શાળાના અનેક બાળકોના પ્રવાસ પણ માઉન્ટ આબુ જતા હોય છે. ત્યારે રાજ્યકક્ષા મંત્રી ઓટરામ દેવાસીએ આ માંગણી કરતા ગુજરાતીઓને ઝટકો લાગ્યો છે.

રાજસ્થાનના રાજ્યકક્ષા મંત્રી ઓટારામ દેવાસીએ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખીને માંગણી કરી છે કે,યાત્રાધામ અંબાજીના નજીક આવેલું રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલવા આવે, માઉન્ટ આબુનું નામ બદલવાની ઝુંબેશ હવે સક્રિય બની છે. રાજ્યકક્ષાના મંત્રી ઓટારામ દેવાસી અને આબુ પિંડવાડાના ધારાસભ્ય સમારામ ગરાસિયાએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. અગાઉ પણ ધારાસભ્ય સમરામ ગરાસિયાએ રાજ્યપાલને મળીને એક મેમોરેન્ડમ આપ્યું હતું. લોકોની લાગણી મુજબ માઉન્ટ આબુનું નામ બદલીને આબુરાજ રાખવાની માંગ કરી છે.
આબુરાજની મુખ્ય જગ્યા પર દારૂ અને માસ નું પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે

રાજસ્થાનના મુખ્ય તીર્થ સ્થળ Mount Abu ના પહાડોમાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ ગણાય છે. આબુ રાજ એક પવિત્ર સ્થળ છે અને 33 કરોડ દેવી-દેવતાઓનું ઘર છે. તેથી તેને ફરીથી તેના પ્રાચીન નામથી ઓળખવું જોઈએ. અહીંયા માંસ અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. કેમ કે અહીંયા ગુરુ શિખર, દેલવારા જૈન મંદિર, અર્બુદા માતા મંદિર, ભગવાન દત્તાત્રેય મંદિર સહિત ઘણા ધાર્મિક સ્થળો અહીં આવેલા છે. આવી સ્થિતિમાં આ સ્થળને પવિત્ર તીર્થસ્થાન જાહેર કરવું જોઈએ.

હાલ તો આ સમાચાર સાંભળીને જ ગુજરાતીઓને 440 વોટનો ઝટકો લાગ્યો છે. ત્યારે જો રાજસ્થાન સરકાર માગણી પર અમલ કરશે તો ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુ કાયમ નહીં રહે તે નક્કી છે.

Scroll to Top