Stock Market Today : શેરબજારમાં આવેલી તેજીનો લાભ રોકાણકારોને પણ મળી રહ્યો છે. સેન્સેક્સનું માર્કેટ કેપ રૂ. 4.58 લાખ કરોડ વધીને રૂ. 397.38 લાખ કરોડ થયું છે. અગાઉ સોમવારે તે રૂ. 392.80 લાખ કરોડનું હતું.
( Stock Market ) શેરમાર્કેટમાં આજે તોફાની તેજી જોવા મળી હતી. સેન્સેક્સે ફરી 75000ની સપાટી વટાવી છે. આ સતત બીજો દિવસ છે કે, સેન્સેક્ટ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી રહી છે. આ પહેલા સોમવારે પણ સેન્સેક્સમાં તેજી જોવા મળી હતી.
માર્કેટ કેપમાં અધધધ વધારો
સ્ટોક માર્કેટમાં તેજીનો ફાયદો રોકાણકારોને પણ મળી રહ્યો છે. સેન્સેક્સના માર્કેટ કેપ 4.58 લાખ કરોડ વધીને 397 કરોડ આસપાસ પહોંચ્યો છે. સેન્સેક્ટમાં આજે 1200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે હાઈ 75,300 ઉપર પહોંચ્યું હતું આ સાથે નિફ્ટીએ પણ 22,800ની આસપાસ પહોંચ્યા હતા.
14 દિવસ પછી 75000ને પાર પહોંચ્યું સેન્સેક્સ
14 દિવસ પછી સેન્સેક્સ 75000ને પાર પહોંચ્યું છે. 21 ફેબ્રુઆરીએ છેલ્લી વાર સેન્સેક્સ 75 હજારને પાર હતું. ત્યારબાદ માર્કેટમાં મંદી જોવા મળી હતી. આજે શેરબજારમાં તેજીનું કારણ અમેરિકન માર્કેટમાં તેજી અને યુએસ ફેડ પોલિસીની મીટિંગ છે. અમેરિકન ફેડ રિઝર્વ કદાચ વ્યાજના દરોમાં ફેરફાર નહિ કરે તેવી માન્યતા છે.
ઝોમેટો, એશિયન પેઈન્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેરમાં તેજી જોવા મળી રહી છે.