CM Bhupendra Patel News : ભુપેન્દ્ર પટેલ સુરતમાં યોજાયેલા ડિંડોલી ઊમિયામાતા મંદિરમાં દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ‘ઉમાપુરમ દશાબ્દિ મહોત્સવ’ના શીર્ષક હેઠળ યોજાયો હતો. ત્રિદિવસીય આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગરમીમાં પ્રોગ્રામ પટેલ જ કરી શકે : Bhupendra Patel
આ અંગે ઉમાપુરમ દશાબ્દિ મહોત્સવમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કાળઝાળ ગરમી છે તેમ છતાં આવી આગ ઝરતી ગરમીમાં પ્રોગ્રામ પટેલ જ કરી શકે. પાટીદાર સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યમંત્ર છે તેનો હર હંમેશ સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે. પાટીદાર સમાજ હર હંમેશ મહેનત કરતો સમાજ છે. આ સિવાય પાટું મારે ત્યાંથી પાણી પેદા કરે તેવી તાકાત માતા ઉમિયાએ આપી છે.
પાટીદાર સમાજ પૂનમનો ચાંદ : : Bhupendra Patel
પાટીદાર સમાજ પૂનમનો ચાંદ હોય તેવું લાગે છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે ત્યાં પાટીદાર સમાજ આગળ ન હોય. કમાણી કરીને કેમ સમાજને પરત આપવું તેના માટે પાટીદાર સમાજે પ્રયાસ કર્યો છે. અહીંયા માતાજીની મૂર્તિ સામે ઊભા હોઈએ ત્યારે એવું લાગે કે માતાજી આપણી સાથે વાત કરતા હોય. આજે મા ઊમિયા માતા પાસે આશિર્વાદ માંગ્યા છે. પાટીદાર સમાજ તેની સાથે ગુજરાત અને બધા લોકો સુખ શાંતિથી આગળ વધી શકે.પાટીદાર સમાજ બધાને મોટિવેશન આપે તેવું લાગે છે. પાટીદાર સિવાય દરેક સમાજને આ સંસ્થા મદદરૂપ થાય તેવું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે
યુદ્ધ કરતા લોકોને મુખ્યમંત્રી સદ્દબુદ્ધિ આપે : Bhupendra Patel
આ સિવાય અલગ અલગ દેશ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈ પણ CM ભુપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે કે, વિદેશમાં કોઈના મગજ શાંત નથી, ક્યાંકને ક્યાંક કઇ મેળવવા એકબીજાની સામે આવી ગયા છે. માતાજી તેઓને સદ્દબુદ્ધિુ અને શાંતિ આપે તેવી પ્રાર્થના.
ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા એક રસ્તો છે કે જ્યાં જગ્યા હોય ત્યાં એક વૃક્ષ ઉગાડીએ. સુરતની સ્વચ્છતા જોઈને બીજા શહેરના લોકો પણ પોતાના શહેર સ્વચ્છ રાખતા થયા છે. હું સુરતમાં જ્યાંથી નીકળ્યો તે તમામ જગ્યા પર સ્વચ્છતા જ હતી એક પણ જગ્યા પર ગંદકી જોવા મળી નથી,