Gondal News : Ganesh Gondal ફરી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં ગોંડલના મુળ રાજસ્થાનના ભીલવાડાના યુવક રાજકુમાર જાટના મૃત્યુ અકસ્માત કે હત્યા પર પ્રશ્ન હજુ યથાવત છે. રાજસ્થાનના આ યુવકને ન્યાય અપાવવા માટે રાજસ્થાનમાં મોટો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે રાજસ્થાનમાં Ganesh Gondal અને Jayrajsinh સામે Rajasthanમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. Jat જાટ સમાજના સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા હતા. સોમવારે પિતા રતનલાલ જાટે કહ્યું- મારે માત્ર ન્યાય જોઈએ છે. MLAના પુત્ર અને તેના મિત્રોએ પુત્રની હત્યા કરી તેવો સનસનીખેજ આક્ષેપ તેઓએ કર્યો છે. રાજસ્થાનમાં જયરાજસિંહ અને ગણેશનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગણેશ ગોંડલ અને જયરાજસિંહ સામે CBI તપાસની માંગ કરી છે. આ અંગે એક ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ છે. જો કે, મૃતકના પિતાનો આ ઓડિયો ફેક હોવાનો દાવો કર્યો છે. આ સિવાય મૃતકના પિતાએ ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનો પડકાર ફેંકતા ફરી રહસ્ય સર્જાયું છે. રાજકુમાર જાટના કેસમાં પિતાએ કહ્યું- MLAના પુત્ર અને તેના મિત્રોએ પુત્રની હત્યા કરી હતી.
રાજસ્થાનના ભિલવાડા જીલ્લાના સહડા તેહસિલ વિસ્તારના રહેવાસી રાજકુમાર જાટનું તાજેતરમાં મૃત્યુ થયું. મોત પર અનેક પ્રશ્નો પરિવાર દ્વારા ઊઠાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં જાટ સમુદાય ગુજરાત પોલીસની કાર્યવાહીથી નારાજ છે. જ્યારે મૃતક યુવકનો મૃતદેહ રાજસ્થાન પહોંચ્ઓ ત્યારે પરિવારજનો અને જાટ સમુદાયના લોકોએ મૃતક યુવકની લાશને ગંગાપુર હોસ્પિટલના પરિસરમાં રાખી વિરોધ કર્યો હતો. આ મામલે યુવકના પિતાએ કહ્યું કે ધારાસભ્યના પુત્ર અને તેના મિત્રોએ તેમના પુત્રની હત્યા કરી છે.
મૃતક રાજકુમાર જાટ યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. તેનો મૃતદેહ 4 માર્ચે રાજકોટ જિલ્લામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. રતનલાલ જાટ લગભગ 30 વર્ષથી ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલમાં પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર રાજકુમાર ચૌધરી 2 માર્ચની સાંજથી ગુમ હતો.
શંકાસ્પદ સંજોગોમાં તેમના મૃત્યુને લઈને ગંગાપુરથી ઉભી થયેલી ગુસ્સાની આગ આજે ભીલવાડામાં પહોંચી અને સમગ્ર જાટ સમુદાયે વિરોધ કર્યો અને આ કેસની સીબીઆઈ તપાસ, ધારાસભ્ય જાડેજાના ઘરે લગાવેલા સીસીટીવી ફૂટેજની ફોરેન્સિક તપાસ, આરોપી અને સાક્ષીઓનો પોલીગ્રાફ ટેસ્ટ, પીડિતાના પરિવારની સુરક્ષા અને સમગ્ર ગુજરાતના રહેવાસીઓની સલામતીની ખાતરી કરવા માંગ કરી.
પ્રદર્શન પહેલા, પ્રદર્શનમાં સામેલ સમાજના સેંકડો લોકોએ મૃતક રાજકુમારની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિરોધમાં જાટ સમુદાય ભીલવાડાના ધારાસભ્ય અશોક કોઠારી, માંડલગઢના ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલ, શહેરના ધારાસભ્ય લાડુલાલ પીપલિયા, ઉદયલાલ ભડાના, ગોપીલાલ મીણા, જબર સિંહ સાંખલા, લાલારામ બૈરવા, પૂર્વ મંત્રી ડૉ. રતનલાલ જાટ, પૂર્વ ધારાસભ્ય બિહાર ચૌધરીએ સીબીઆઈ તપાસની માંગને સમર્થન આપ્યું હતું.
—