Gandhinagar News : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. લુખ્ખાઓ અને અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. અમદાવાદ, વડોદરા કે પછી રાજકોટ નબીરાઓના આતંક વધી રહ્યો છે ત્યારે હવે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે DGP એ 100 કલાકમાં લિસ્ટ દેવાના આદેશ વચ્ચે હવે CM ભુપેન્દ્ર પટેલે પણ તત્કાલ ધોરણે બેઠક બોલાવી છે.
અમદાવાદની ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં જોવા મળી રહ્યા છે. આજે ( સોમવારે ) સાંજે 4 કલાકે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની ચર્ચા છે તે કરવામાં આવશે.
CM અને રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં આ બેઠક મળશે, જેમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય હાજર રહેશે. આ ઉપરાંત તમામ IG, પોલીસ કમિશ્નર અને SP પણ બેઠકમાં હાજર રહેશે. રાજ્યના લો એન્ડ ઓર્ડરને લઇ ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક છે તે મળશે.
જોકે આ બેઠક મળે તે પહેલા જ રાજ્યના DGP વિકાસ સહાય એ 100 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું જેના કારણે તમામ રેન્જ IG અને જિલ્લા પોલીસ વડાએ પણ તમામ યાદીઓ બનાવી લીધી છે અને હવે એ યાદીના આધારે આજની મિટિંગ બાદ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ લાગી રહી છે.