સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્હરે આવ્યા MLA જયેશ રાદડિયા, ખેડુતો માટે કરી આ માંગ

ગુજરાતમાં નવરાત્રિ સમયે અને નવરાત્રિ બાદ વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.MLA જયેશ રાદડિયાએ CM અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને નુકસાની વળતર ચૂકવવા માંગ કરી છે,સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને થયું છે.જેને લઈ ધારાસભ્ય જયેશ રાદડીયાએ સીએમ અને કૃષિંમંત્રીને પત્ર લખી વળતર ચૂકવવા માગ કરી છે.

ધારાસભ્ય જયેશ રાદડિયાએ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો

હાલમાં ઘણા દિવસોથી સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠારૂપી કમોસમી વરસાદ અવિરત પડી રહ્યો છે, આ કમોસમી વરસાદના કારણે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવણી થી લણણી સુધી જતન કરીને ઉગાડેલ પાક સંપુર્ણપણે નિષ્ફળ ગયેલ હોઈ, જેથી ખેડૂતોને માઢે આવેલ કોળીયો કમોસમી વરસાદે ઝૂંટવી લીધેલ છે અને અવિરત સતત પડી રહેલ વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના મુખ્ય પાક સમા મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, તલ, મરચી, જેવા અનેક પાકો સંપુર્ણપણે નાશ પામેલ છે. જેથી આવા કપરા સમયે સૌરાષ્ટ્રના ખેડૂતો પર આવેલ અણધારી આફતમાં મદદરૂપ થવા તાત્કાલીક ધોરણે ખાસ સહાય પેકેજ જાહેર કરો.

ખેડૂતોને પાક નુકસાનનું વળતર મળે તે માટે કૃષિ મંત્રીની રૂબરૂ રજૂઆત કરી

350 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી. અતિવૃષ્ટિથી જુલાઈ અંતમાં નુકસાન થયું હતું તેની ચૂકવણીનું કામ ચાલું છે. ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતીના પાકને અને ખેતીની જમીનના ધોવાણને નુકસાન થયું હતું તેના માટે સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સરકાર ટુંક સમયમાં સહાયની જાહેરાત કરશે. આ તમામ સર્વે કરીને ચૂકવણી કરવાની હોય છે. આવડા મોટા રાજ્યમાં સર્વેની કામગીરી કરવી એ વિકટ કામ છે. અઠવાડિયા સુધી વરસતા વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયેલા હતા. એટલે સર્વે થોડો મોડો થયો છે. જેના પરિણામ હવે ટુંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે.

 

 

Scroll to Top