WPL 2025 ની ફાઈનલ મેચ 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાવાની છે. દિલ્હીની ટીમ સતત ત્રીજી વખત ફાઈનલ માટે ક્વોલિફાય થઈ છે.જ્યારે ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ ગ્રુપ સ્ટેજમાં બીજા સ્થાને રહી હતી.મૂંબઈની ટીમે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં પહોંચ્ચી હતી.
કોણ બનશે વિજેતા
હવામાન વેબસાઇટ Accuweather અનુસાર, 15 માર્ચે મુંબઈમાં હવામાન સાફ રહેવાની સંભાવના રહેલી છે.આ ઉપરાંતની વરસાદની કોઈ શક્યતા રહેલી નથી. મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન ઘટીને 24 ડિગ્રી થઈ શકે છે.WPLમાં અત્યાર સુધી 2 ફાઈનલ રમાણી છે. પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે ટાઈટલ જીત્યું હતું જ્યારે બીજી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટાઈટલ જીત્યું હતું.આ દરમિયાન વિજેતા ટીમને 6 કરોડ રૂપિયા અને ઉપવિજેતા ટીમને 3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત ઓરેન્જ અને પર્પલ કેપ વિજેતાઓને 5-5 લાખ રૂપિયા આપવામાં આવે છે.
હેડ ટુ હેડ
WPLમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે સાતમાંથી ચાર મેચ જીતી છે. દિલ્હીની ટીમ 2023ની ચેમ્પિયન ટીમ સામે ત્રણ મેચ જીતીને આગળ ચાલી રહી છે. આ બંને ટીમો વચ્ચેનો એકમાત્ર મુકાબલો બ્રેબોર્ન સ્ટેડિયમમાં થયો હતો, જેમાં MI એ WPL 2023ની ફાઇનલમાં DCને સાત વિકેટે હરાવ્યું હતું.
બંન્ને ટીમની સંભવીત 11
મુંબઈ ઈન્ડિયન્સ: હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટમાં), નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, એમેલિયા કેર, સજીવન સજના, જી કમલિની, પારુણિકા સિસોદિયા, શબનીમ ઈસ્માઈલ, સાયકા ઈશાક.
દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, અના બેલ સધરલૌંડ, મેરિજને કેપ્પ, જેસ જોનાસેન, સારાહ બ્રિસ (wk), નિક્કી પ્રસાદ, મિનુ મણિ, શિખા પાંડે, તિતાસ સાધુ