Amreli: લાઠીમાં રક્તરંજિત હોળી, પતિને પત્ની પર થઈ એક શંકા અને એ શંકાનો એવો અંત કે……

Amreli Crime Story: રાજ્યમાં ગઈકાલે ભારે ઉત્સાહથી હોળી ધૂળેટીની ઉજવણી લોકોએ કરી હતી. ત્યારે અમરેલીના લાઠીમાં આ પર્વ રક્તરંજિત બન્યો હતો. પત્ની પર ચારિત્ર બાબતની શંકા રાખી પતીએ આડેધડ છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી દિધી હતી.આ હત્યા બાદ સમગ્ર્ પંથકમાં ચકચારી મચી ગઈ હતી. જ્યારે લોકો પ્રેમથી એકબીજાને કલર લગાવી રહ્યા હતા, ત્યારે આ ખુની ખેલ ખેલાયો હતો.

છરીના ધા ઝીંકી હત્યા કરી

લાઠીના Dysp નયના ગોરડીયાએ જણાવ્યું હતું કે, લાઠી ગામના કેરિયા રોડ પર ગઈકાલે ધૂળેટીના દિવસે મુસ્મિલ પરણિતા પર તેમના જ પતિએ હિચકારો હુમલો કરીને આડેધડ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી નાખી હતી. રેહાના શમા નામની યુવતીના હજુ 5 વર્ષ પહેલા લગ્ન થયેલા હતા. આ યુવતીને પરિવારમાં બે બાળકો હતા. પત્ની રેહાનાને અન્ય યુવક સાથે સંબંધો હોવાની શંકા રાખીને પતિ ગુલાબ કરીમ શમાએ ગઈકાલે ઘરમાં જ છરીના આડેધડ ઘા ઝીંકીને ગળા પર છરી ફેરવીને રેહાનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

ધૂળેટીના દિવસે હત્યાની ઘટનાથી લાઠી ગામમાં ચકચાર મચી જવા પામી હતી. લોકોના ટોળા એકઠા થયા હતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને fsl સાથે ડોગ સ્કોર્ડ બોલાવીને સાયન્ટેટિક પૂરાવાઓ એકત્રિત કરીને ગણતરીની કલાકોમાં હત્યારા પતિ ગુલાબ શમાને ઝડપી પાડ્યો હતો. આજે હત્યારા પતિ ગુલાબ શમાને સાથે લઈને રિકન્સ્ટ્રેક્સન કર્યું હતું. હુમલો કરીને પત્નીની હત્યા કરી તે અંગે જીણવટ ભરી રીતે પોલીસે તપાસ હાથ ધરી હતી. પત્નીની હત્યામાં પતિને પકડી પાડીને આગળની તાપસ હાથ ધરી હોવાની વિગતો Dysp નયના ગોરડીયાએ જણાવી હતી

 

 

 

 

 

Scroll to Top