Gondal: ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિહ વધુ એક વિવાદમાં સપડાયા છે. પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વે જે મારકૂટ થઈ હતી, બાદમાં પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો બાદ યુવકનું મૃત્યું થતા, આ મામલે રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે રાજકોટ એસપી હિમકરસિંહ અને મૃતકના પિતા રતનલાલ જાટની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
ઓડિયો ક્લિપ સોશયલ મીડિયામાં વાયરલ
રાજકોટ એસપી હિમકરસિંહ અને રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ 8 માર્ચ સાંજના 4 વાગ્યા આસપાસની છે.જેમાં રતનલાલ જાટે કહ્યું, મારા દીકરાને માર મારવામાં આવ્યો તેના કારણે ડિપ્રેશનમાં ઘરે થી જતો રહ્યો છે.તેના જવાબમાં spએ કહ્યું એ યુવાનને ડિપ્રેશન 24 કલાક થી નહીં છેલ્લા 6 મહિનાથી હતું. જ્યારે રતનાલ જાટે કહ્યું બંગલાના સીસીટીવી તપાસો મારા દીકરાને 15 જેટલા લોકોએ માર માર્યો છે.હિમકરસિંહે કહ્યું કે, આ બાબતના સીસીટીવી હજુ અમને મળ્યા નથી.મૃતકના પિતા સાથેની વાતચીતમાં એસપી મૃતકની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાનું પણ જણાવી રહ્યા હતા.મૃતક મંદિરોમાં કેટલાક વાંધાજનક લોકોની સંગતમાં હોવાનું એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ શું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં માર મારવાના કારણે રાજકુમાર જાટ ઘરેથી જતો રહ્યો હતો તે અંગે સવાલ હજુ પણ યથાવત છે.
પોસ્ટમાં શું ઉલ્લેખ હતો
રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલાએ સોશયલ મીડિયામાં રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરતી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભીલવાડા જિલ્લાની સહદા વિધાનસભાના ઝાબરકિયા ગામનો રહેવાસી યુવાન રાજકુમાર જાટની ગુજરાત રાજ્યની ગોંડલ વિધાનસભામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી.ગુજરાત સરકાર તાત્કાલીક રાજકુમાર જાટ સાથે વાત કરે અને તેની માંગણી પર સકારાત્મક કાર્યવાહી કરે.યુવકના પરિવારજનોએ પ્રતિકાત્મક પ્રદર્શન કરી ન્યાય માંગ કરી રહ્યા છે. ઘટનામાં પીડિતા પરિવારને વહેલી તકે ન્યાય મળવો જોઈએ.રાજ્ય સરકારથી રાજસ્થાન સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત કરે અને પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ સામે આવ્યું છે.