America: મસ્કની જીઓ અને એરટેલ સાથેની ડીલ કેમ ?ટેસ્લાના શેર ડાઉન થતા….

America: અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફોરના કારણે તેમના ખાસ વિશ્વાસુ અને ટેસ્લા ના સીઈઓ ઇલોન મસ્કને મોટો ફટકો પડ્યો છે.તેમની કંપનીઓના સ્ટોકમાં ભારે ધોવાણ થયું છે. જો કે ઈલોન મસ્ક ને ભારત તરફથી બે મોટી ડીલ મળી છે.મોદી સરકાર દ્વારા ઇલેક્ટ્રિકલ વહીકલ્સ માટેની પોલીસીમાં કરવામાં આવેલા ફેરફારને કારણે ટેસ્લા નો ભારત આગમનનો માર્ગ મોકળો બન્યો છે.જ્યારે હવે મસ્કની બીજી એક કંપની સ્પેસ એક્સની સ્ટાર્લિંગ પણ ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.આ સ્ટાર્લિંક એક સેટેલાઈટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર છે.આ માટે ઈલોન મસ્કે ભારતના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને સુનીલ મિત્તલની ભારતીય એરટેલ સાથે હાથ મિલાવ્યા છે.અંબાણીની માલિકીની ભારતની ટોચની ટેલિકોમ પ્રોવાઇડર કંપની રિલાયન્સ જીઓ એ બુધવારે જણાવ્યું હતું કે તેણે સ્પેસ એક્સ સાથે એક ડીલ કરી છે.આ સાથે સ્ટાર્લિંક એરટેલ સાથે પણ હાથ મિલાવ્યા છે રિલાયન્સ જીઓ એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે જીઓ તેના રીટેલ આઉટલેટ્સમાં સ્ટાર્લિંક ને ઇક્વિપ પૂરા પાડવાની સાથે સાથે કસ્ટમર સર્વિસ ઇન્સ્ટોલેશન અને તેના એક્ટિવેશન માટે એક મિકેનિઝમ સ્થાપિત કરશે. આ ઉપરાંત સ્ટાર્લિંકે ભારતીય એરટેલ સાથે આ જ પ્રકારના એગ્રીમેન્ટ કર્યા છે.સ્પેસ એક્સના પ્રેસિડેન્ટ ગ્વીન શોર્ટવેલે જણાવ્યું હતું કે, ઇન્ડિયાની કનેક્ટિવિટી વધારવા માટે ઈલોન મસ્કની કંપની એરટેલ અને રિલાયન્સ જીઓ સાથે કામ કરવા માટે આતુર છે.

સ્પેસ એક્સના પ્રેસિડેન્ટ ગ્વીન શોર્ટવેલે જણાવ્યું હતું

જો કે માર્કેટ એનાલિસિસ ફર્મ કાઉન્ટર પોઈન્ટના વાઈસ પ્રેસિડેન્ટ નીલ શાહના મતે સ્ટાર્લિંગ કોલેબરેશન દ્વારા ભારતમાં એન્ટર થાય છે, તે આશ્ચર્યજનક તો છે પરંતુ તે સાથે એક સમજદારીપૂર્વકની વ્યુરચના પણ છે.શાહે જણાવ્યું હતું કે જો કોઈ વિદેશી કંપની ભારતીય માર્કેટમાં પોતાનો હિસ્સો મેળવવા ઈચ્છે છે તો તેને એકલા હાથે એન્ટર થવાના બદલે સ્થાનિક કંપનીઓ સાથે કોલેબોરેશન કરવાની જરૂર છે.જીઓ એરટેલ અને સ્ટારિંક બંનેને એકબીજાની જરૂર છે.ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.ભારતમાં હજી પણ એવા અંતર્યાળ વિસ્તારો છે જ્યાં કનેક્ટ એક્ટિવિટીની સમસ્યા રહે છે.જો કે કાઉન્ટર પોઈન્ટનું કહેવું છે કે સ્ટારલિંકની સફળતાનો આધાર કિંમત પર રહેલો છે.બીજી તરફ ઈલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મમાં ઘણા ચર્ચાસ્પદ વ્યક્તિ રહ્યા છે મસ્ક ટ્રમ્પના ખાસ વિશ્વાસુ છે અને હાલમાં મોટાભાગનો સમય તે ટ્રમ્પ સાથે જ વિતાવે છે.જેના કારણે તેમની ટેસ્લા અને સ્પેસ એક્સ કંપનીના સંચાલન પર તેની અસર પડી રહી છે.ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરીફની જાહેરાત કરી છે અને તેના કારણે અમેરિકાના જ નહીં પરંતુ વૈશ્વિક સ્ટોક માર્કેટમાં કડાકા બોલી રહ્યા છે. જો કે મસ્ક માટે ભારત એક મોટું માર્કેટ સાબિત થઈ શકે છે.

સ્થાનિક કંપનીઓ સાથે કોલેબોરેશન કરવાની જરૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત મહિને અમેરિકાના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે ઈલોન મસ્ક સાથે પણ મીટિંગ કરી હતી.ત્યારબાદ ટેસ્લા ભારત આવશે તેવી વાતો સામે આવી હતી અને ટેસ્લા એ ભારતમાં સ્ટાફની ભરતી માટે જાહેરાત પણ કરી દીધી હતી.હવે સ્ટાર્લિંગ પણ ભારતમાં એન્ટર થવાની છે હકીકતમાં તો ઈલોન મસ્ક માટે ભારત ઘણું મહત્વનું અને મોટું માર્કેટ છે અને ભારત આવવું તેમના માટે ઘણું જરૂરી છે.તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ભારત ભારતીય માર્કેટમાં પ્રવેશવા માટે મહેનત કરી રહ્યા હતા.ઇલેક્ટ્રિકલ વહીકલ ટેસ્લાનું ભારતમાં આવવું ઘણું જરૂરી બની ગયું છે.મસ્કે 2017ની શરૂઆતમાં ભારતમાં ટેસ્લાના વેચાણની યોજના બનાવી હતી.પરંતુ ભારતની ઈમ્પોર્ટ ડ્યુટીના કારણે વાત આગળ નહોતી વધી જો કે, તાજેતરમાં ઈવી કંપનીઓ માટેની પોલીસીમાં ફેરફાર કર્યા હતા, અને તેના કારણે ટેસ્લા નો માર્ગ પણ મોકળો બન્યો હતો. જો કે મોટાભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે તેની ઈવી પોલીસીમાં જે ફેરફારો કર્યા છે.ટેસ્લા ને ધ્યાનમાં રાખીને જ કર્યા છે મસ્ક પોતે ગયા વર્ષે ભારતની મુલાકાતે આવવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમને આ મુલાકાત રદ્દ કરી દીધી હતી.

મસ્કે 2017ની શરૂઆતમાં ભારતમાં ટેસ્લાના વેચાણની યોજના બનાવી હતી

ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે તેમની ટેરીફના કારણે મંદીની શક્યતાને નકારી શકાય નહીં અને તેમના આ નિવેદન બાદ અમેરિકન સ્ટોક માર્કેટ કકડભૂત થઈ ગયું હતું અને ટેસ્લાના સ્ટોકમાં પણ ભારે ધોવાણ થયું હતું.સોમવારે માર્કેટમાં જે કડાકો બોલ્યો હતો તેમાં મેગ્નિફિકન્ટ સેવન તરીકે ઓળખાતા આલ્ફાબેટ એમેઝોન એપલ મેટા માઇક્રોસોફ્ટ એનવીડિયા તેમજ ટેસ્લા જેવા ટેકનોલોજી સ્ટોક પણ બચી શક્યા ન હોતા.ટ્રમ્પના રાઈટ હેન્ડ મનાતા ઈલોન મસ્કની કંપની ટેસ્લાના શેર્સમાં તો સોમવારે 15% જેટલું ધોવાણ થયું હતું. નવેમ્બર 2024 માં યુએસમાં ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું ત્યારે ટેસ્લા નો શેર રોકેટની જેમ ઉડ્યો હતો.ગણતરીના દિવસોમાં જ તેનું ક્રેશ લેન્ડિંગ થઈ ગયું હોય તેમ જોરદાર ધોવાણ થયું છે.

 

 

 

Scroll to Top