Gujarat News: મોરારીબાપુની કથામાં અચાનક હર્ષ સંઘવીને કેમ આવી ગયો ગુસ્સો ?

Gujarat News: તાપીમાં ચાલી રહેલી મોરારીબાપુની કથામાં આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મોરારીબાપુ (Morari Bapu) ના આશીર્વાદ લીધા હતા. આશીર્વાદ બાદ તેમણે કથા સાંભળવા આવેલા શ્રોતાઓને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં ધર્મપરિવર્તન કરાવનારાઓને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો આદિવાસી ભાઇ બહેનોને ખોટી રીતે ફસાવીને ધર્મપરિવર્તન કરાવવામાં આવશે તો તેમની ખેર નથી. કાયદામાં પણ તેમાન માટે કોઇ છટકબારી નહીં બચે.

શું કહ્યું હર્ષ સંઘવીએ સાંભળો

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે તાપીના સોનગઢ ખાતે મોરારીબાપુની રામકથામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ધર્મપરિવર્તન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ છે એવા ભાઈઓ અને બહેનોને ફોસલાવી ખોટા રસ્તે લઈ જનાર પર ગુજરાત સરકાર ગંભીરતાથી પગલાં લેશે. ભોળા-ભાળા આદિવાસી ભાઈઓ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તન બાબતે કોઈ પણ પ્રકારે ખોટી રીતે ફસાવવામાં આવશે તો એવા લોકો માટે કોઇ છટકબારી નહીં બચે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી મુકેશ પટેલે મોરારી બાપુને તિલક કરી ધુળેટી પર્વની શુભેચ્છા આપી હતી.

નિર્દોષોને ફસાવનારા કોઈ પણ કાયદાથી નહીં બચી શકે

કથાકાર મોરારિ બાપુ (Morari Bapu) ની વાત અને રજૂઆતને ગૃહરાજ્યમંત્રી સંઘવીએ ગંભીરતાથી લીધી છે, હર્ષ સંઘવીએ આ મુદ્દે કહ્યું કે, આદિવાસી ભાઈ-બહેનો ભગવાનનું બીજુ સ્વરૂપ છે, આદિવાસી ભાઈ-બહેનોને ખોટા રસ્તે લઈ જનારા સામે કાર્યવાહી થશે. ધર્મ પરિવર્તન કરાવી ફસાવાનો પ્રયાસ કરનારા કોઈ નહીં બચે. નિર્દોષોને ફસાવનારા કોઈ પણ કાયદાથી નહીં બચી શકે.

 

Scroll to Top