Rajasthan | રાજકુમાર જાટની ફરીથી પોસ્ટમોર્ટમની માંગ સાથે ભીલવાડમાં કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ

તાજેતરમાં ગોંડલમાં ( Gondal ) ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળતા ભારે વિવાદ સર્જાયો છે. આ વિવાદ માત્ર ગોંડલ ( Gondal )કે ગુજરાત પુરતો સીમિત ન રહેતા હવે રાજસ્થાન સુધી પહોંચ્યો છે મૃતક યુવાન મુળ રાજસ્થાન જાટ છે. સૌપ્રથમ રાજસ્થાનના નેતા હનુંમાન બેનીવાલાએ x પર ટ્વીટ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટેગ કરી x પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ગુજરાતના રાજકોટના ગોંડલ ( Gondal )વિધાનસભા ક્ષેત્રમાં રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી યુવાન રાજકુમાર જાટની હત્યાના કેસ તરફ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું.

Scroll to Top