Rohit sharma: રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે ન્યુઝીલેન્ડના 4 વિકેટે હરાવી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી છે. આ સાથે ભારત ત્રીજી વખત ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહી છે. હવે ભારતીય ટીમ આંતરરાષ્ટ્રીય સિરીઝ 3 મહિના પછી રમવાના છે. આ સમયગાળા દરમિયાન બે મહિના IPL રમાવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ટીમ પરત ફરતી વખતે બીસીસીઆઈ કોઈપણ પ્રકારના સન્માન સમારોહનું આયોજન કર્યું ન હતું.તેના પાછળનું કારણ માત્ર ખેલાડીને આરામ મળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં ન આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય સિરીઝ 3 મહિના પછી રમાશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની સીઝન 22 માર્ચથી ચાલુ થાય છે.હવે ભારતના ખેલાડીએ સાથે વિદેશના ખેલાડીઓ પણ IPL રમવા આવશે.ગત વખતની જેમ આ સિઝનમાં પણ આઈપીએલમાં 10 ટીમો ભાગ લેશે. આ ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઈનલ સહિત કુલ 74 મેચો રમાશે. આ તમામ મેચો માત્ર ભારતના 13 સ્થળોએ યોજાશે. આ રીતે જો ભારતીય ટીમ 3 મહિનાની રજા પર જશે તો પણ ખેલાડીઓને આરામ મળશે નહીં.
આંતરરાષ્ટ્રીય સિરીઝ 3 મહિના પછી
ભારતીય ટીમની 3 મહિના પછી જૂન-જુલાઈ 2025માં તેની આગામી શ્રેણી રમવાની છે.ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે.જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ લીડ્ઝમાં 20મી જૂનથી રમાશે.આ સિરીઝ ભારતીય ટીમ અને ગૌતિમ ગંભીર માટે ખુબ મહત્વ પૂર્ણ છે. કારણ કે ન્યુઝીલેન્ડ સામે ભારતની ભારતમાં હાર થઈ હતી. આ ઉપરાંત BGTમાં ઓસ્ટ્રીલીયા સામે ભારતની હાર થઈ હતી. આ બંન્ને સિરીઝ હારી જતા ભારતીય ટીમ ટેસ્ટ ચેપ્યનચીપમાં ભારત પહોંચી શકું નથી.