America :- અમેરિકામાં (America) ઈલીગલ ઇમિગ્રેન્સ ( illegal immigrants )ને પકડીને ડિપોર્ટ કરવાનું હાલ મોટાપાયે અભિયાન ચાલી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald trump )બીજીવાર પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 334 જેટલા ઈન્ડિયન્સને પણ ડિપોર્ટ કરવામાં આવી ચૂક્યા છે.
USCISના એક ડેટા અનુસાર 18000થી પણ વધુ ઇન્ડિયન્સ હાલ અમેરિકામાં (America) ઈલીગલી રહે છે. જેમના ફાઇનલ ડિપોર્ટેશન ઓર્ડર ઇસ્યુ થઈ ચૂક્યા છે. જ્યારે, અમેરિકામાં (America) વિના કોઈ સ્ટેટસે રહેતા ઇન્ડિયન્સની ( illegal immigrants ) સંખ્યા લગભગ સવા સાત લાખ જેટલી થાય છે. USમાં ઇલીગલ ઇમિગ્રન્ટ ( illegal immigrants ) સામેની કાર્યવાહીને પગલે ઈલીગલી રહેતા લોકોમાં તેમના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ છે.ત્યારે, તેઓ ડિપોર્ટેશન થી બચવા માટે હાલ લીગલ રસ્તાઓ પણ શોધવામાં લાગી ગયા છે.
હવે, આ સ્થિતિમાં સવાલ એ છે કે ઈમીગ્રેશન કસ્ટમ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ કોઈ ઈલીગલ ઇમિગ્રન્ટ ની ધરપકડ કરે તો શું તેનું ઓટોમેટીક ડિપોર્ટેશન થઈ જાય છે. તો તેનો જવાબ છે ના કારણ કે, આઈસ દ્વારા અરેસ્ટ કરાયેલા અનડોક્યુમેન્ટેડ ઈમીગ્રંટ ( illegal immigrants ) પણ કેટલાક રાઇટ્સ મળે છે. અમેરિકામાં (America) પ્રેક્ટિસ કરતા ઇમિગ્રેશન લોયર્સનું માનીએ તો આઈસ કોઈને અરેસ્ટ કરે તો તેનું ઓટોમેટીક ડિપોર્ટેશન થઈ જાય તેવું દરેક કેસમાં જરૂરી નથી.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં અમેરિકામાં (America) ઇમિગ્રેશન એટર્ની તરીકે પ્રેક્ટિસ કરતા અમિશા પારેખે જણાવ્યું હતું કે ધરપકડ કરાય તેનો અર્થ દર વખતે એ નથી હોતો કે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટને ડિપોર્ટ કરી દેવાશે. તેની પાસે અરેસ્ટ થયા બાદ પણ રાઇટ્સ અને લીગલ ઓપ્શન્સ બંને રહે છે. કેટલાક લોકો બોન્ડ મેળવવાને પણ પાત્ર હોય છે જ્યારે અન્ય લોકો અસાઈલમ રીમુવલ રદ્દ થવા કે પછી સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટે એલિજીબલ હોય છે. અમિશા પારેખે જણાવ્યું હતું કે, જો કોઈનો રીમુવલ ઓર્ડર ઇસ્યુ થઈ ગયો હોય તો તેને તાત્કાલિક ડિપોર્ટ કરવામાં આવી શકે છે. પરંતુ, જો ઈમિગ્રેન્ટ સામે પહેલી વખત આવી કાર્યવાહી થઈ રહી હોય તો તેને કોર્ટમાં જવાનો અધિકાર મળે છે.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે લીગલ એડવાઇસ વિના કોઈપણ પેપર પર સહી ના કરવી જોઈએ અને જો આઈસ કોઈને અરેસ્ટ કરે તો તેને તાત્કાલિક કોઈ ઈમિગ્રેશન એજન્ટનો સંપર્ક કરવો જોઈએ. ..
ડિપોર્ટેશનને રોકવા માટે તાત્કાલિક લીગલ કન્સલ્ટેશન લેવું જરૂરી છે જે ઇમિગ્રન્ટ ઓછામાં ઓછા બે વર્ષ સુધી સતત અમેરિકામાં રહ્યાનો પુરાવો ન આપી શકે તેમની સામે કોર્ટ હિયરીંગ ને બાયપાસ કરીને પણ તાત્કાલિક તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે…. અમિષા પારેખની એવી પણ સલાહ છે કે જો કોઈને આઈસના એજન્ટસ રસ્તામાં કે પછી વર્કપ્લેસ પર રોકે અથવા પૂછપરછ કરે તો તેમણે શાંત રહેવું જોઈએ અને ભાગવાનો પ્રયાસ ક્યારેય પણ ન કરવો જોઈએ તેમણે એમ પણ કહ્યું હતું કે આવી સ્થિતિમાં અધિકારીઓને પૂછો કે શું તમે જવા માટે સ્વતંત્ર છો….. જો તે હા પાડે તો તમે ત્યાં શાંતિથી નીકળી શકો છો