Gondal: ગોંડલથી લાપતા થયેલા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા જાટ યુવક રાજકુમારના કેસને લઈને ગુજરાતના અગ્રણી મીડિયાએ આસપાસના સ્થળોએથી પુરાવા એકત્ર કર્યા હતા.અકસ્માત સ્થળે બે એસયુવી અને એક બાઈક જાણે એમ્બ્યુલન્સ આવવાની રાહ જોતા હોય છે.આ દરમિયાન રોડની બંન્ને તરફથી ઊભા રહીને કેટલીક વસ્તુ બ્રિજની નીચે ફેંકે છેબ્રિજની નીચે ફેંકે છે, ત્યારબાદ બધા ત્યાથી રવાના થાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તરઘડિયામાં યુવકના અકસ્માત સ્થળે સૌથી પહેલાં એમ્બ્યુલન્સ પહોંચી હતી. રાજકોટથી ચોટીલા જતી એમ્બ્યુલન્સ તરઘડિયા પાસેના ઓવરબ્રિજ પર 4 માર્ચે રાત્રે 3 વાગ્યે પહોંચે છે. રસ્તાની વચ્ચે ઘાયલ યુવાન મળતાં જ વાહન ઊભું રાખે છે. યુવક દર્દથી પીડાતો હોવાથી સ્ટાફ નીચે ઉતરે છે. તે સમયે ત્રીજી મિનીટે કાળા રંગની ફોરર્ચ્યુનર કાર એમ્બ્યુલન્સની પાછળ ઊભી રહે છે જેમાં ચારથી પાંચ શખ્સ બેઠા હોય છે તેઓ નીચે ઉતરે છે.આ દરમિયાન રોંગ સાઈડમાંથી બ્રિજ ઉપર જ એક સ્કોર્પિયો એસયુવી આવીને ઊભી રહી છે અને તેની પાછળ એક બાઈક હોય છે.
રાજકુમારના શરીર પર નાની મોટી 48 ઈજાઓ થઈ
આ શખ્સો વાહનમાંથી ઉતરીને યુવકને જુએ છે અને એક શખ્સ પાસે કાપડ અને પ્લાસ્ટિક જેવો સામાન હોય છે. હળવેકથી બ્રિજની નીચે ફેંકી દે છે અને બાદમાં ત્યાંથી રવાના થઈ જાય છે. એમ્બ્યુલન્સ પાંચથી છ મિનિટ ત્યાં ઊભી રહે છે અને તુરંત જ દર્દીને લઈને રવાના થઈ જાય છે.સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, યુવાનને જ્યારે હોસ્પિટલે લઈ આવ્યા ત્યારે તેના પગમાં ફ્રેક્ચર હતું.હાથ અને ગળા તેમજ મોઢા પર ઉઝરડાં હતા. પીએમ કરાયું ત્યારે તેમાં સ્પષ્ટ થયું કે, રાજકુમારના શરીર પર નાની મોટી 48 ઈજાઓ થઈ છે.જેમાં કમર, પગ અને માથામાં ગંભીર ઈજા હોવાથી મોત નીપજ્યાનું પ્રાથમિક રિપોર્ટ પોલીસે આપ્યા છે. જ્યારે પરિવારજનોએ રાજસ્થાનના ગંગાપુરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી.આ ઉપરાંત ફરિયાદ રાજસ્થાન ટ્રાન્સફર કરવાની અને સીબીઆઇ તપાસની માંગ કરી હતી. જોકે પ્રાંત અધિકારીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ગુજરાતમાં બે વખત પોસ્ટમોર્ટમ થઇ ચૂક્યું છે તેથી ફરીથી પોસ્ટમોર્ટમ કરી શકાશે નહીં. તેમજ ગુનો પણ નોંધાઇ ચૂક્યો છે અને સીબીઆઇ તપાસની માંગએ ગુજરાતમાં ઘટના બની હોય તે બાબતે ગુજરાત સરકારે નિર્ણય કરવાનો હોય છે.
રામધામ આશ્રમના મંહતે શું કહ્યું
અકસ્માત પહેલા મૃતક રાજકુમાર રામધામ આશ્રમમાં આઠ કલાક જેટલો સમય રોકાયો હતો. આ રામધાના આશ્રમના મંહતે મીડિયાને જણાવ્યું હતું કે, રાજકુમાર આશ્રમમાં આવ્યો ત્યારે અત્યંત થાકેલો લાગતો હતો. તેના પગમાં ચંપલ પણ પહેરીયા નોહતા. આશ્રામમાં તેને બેસાડ્યો હતો. ત્યારપછી તેણે જમવાનું માગ્યું હતું, તેથી તેને ભોજન આપ્યું હતું. આ ઉપરાંત ઓઢવા માટે ભગવા કલરની એક શાલ પણ આપી હતી.મહંતેને શંકા ગઈ હતી કે, આ યુવાન ઘરેથી ભાગીને આવ્યો હશે.આ યુવાન પાસે મોબઈલ ન હતો તેવું લાગ્યું હતું.તેથી મંહતે ફોન નંબર માંગ્યો પરંતુ યુવાને આપ્યો નહીં.આ યુવાનો ચાલીને ચોટીલા જવાનું જણાવતો હતો. ચોટીલા દર્શન કરી ઘર પરત જવાનું જણાવ્યું હતું.