Gondal: તાજેતરમાં ગોંડલમાં ( Gondal ) ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળતા ભારે વિવાદ સર્જાયો છે. આ વિવાદ માત્ર ગોંડલ ( Gondal )કે ગુજરાત પુરતો સીમિત ન રહેતા હવે રાજસ્થાન સુધી પહોંચ્યો છે.
મૃતક યુવાન મુળ રાજસ્થાન જાટ છે. સૌપ્રથમ રાજસ્થાનના નેતા હનુંમાન બેનીવાલાએ x પર ટ્વીટ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટેગ કરી x પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ગુજરાતના રાજકોટના ગોંડલ ( Gondal )વિધાનસભા ક્ષેત્રમાં રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી યુવાન રાજકુમાર જાટની હત્યાના કેસ તરફ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું. આ ઘટના પર CBI તપાસ થવી જોઈએ. આ ઘટના પાછળ ભાજપના બાહુબલી ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેના પરિવારનું નામ આવી રહ્યું છે. જાટ સમાજના યુવકની હત્યા સહન કરવામાં આવશે નહીં. આ ઘટનાને લોકસભામાં પણ ઉપાડીશ.ગુજરાત પોલીસે આ પરિવાર પર અનૈતિક દબાણ ન કરવું જોઈએ, આ હત્યા કેસમાં તાત્કાલિક FIR નોંધવામાં આવે અને ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
ત્યારબાદ હવે, પીડિત પરિવાર અને સ્થાનિક નેતાઓએ આ મામલે રાજસ્થાન પ્રશાસનનો સંપર્ક સાધ્યો છે. પીડિત પરિવાર, સ્થાનિક આગેવાનો અને નેતાઓએ SDMને રજૂઆત કરી હતી કે, યુવકનું મૃત્યુ અકસ્માતમાં ખપાવાય રહ્યું છે, જે ખોટું છે, રાજસ્થાન સરકાર ગુજરાત સરકાર પર દબાણ કરે અને ફરીથી FIR નોંધે. આ સિવાય CBI તપાસની પણ માંગ કરવામાં આવી છે. ફરીથી પોસ્ટ માર્ટમની પણ માંગ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આ વિવાદના કારણે ગણેશ ગોંડલ ( Gondal ) બાદ ગોંડલના ભૂતપુર્વ ધારાસભ્ય જયરાજસિંહ પણ વિવાદમાં આવ્યા છે.