Gujarat Weather Update – રાજ્યમાં કાળઝાળ ગરમી (Summer)ની શરૂઆત થઈ ગઈ છે. માર્ચ મહિનાના પ્રારંભથી જ અંગ દઝાડતી ગરમી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જીલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. આ ઉપરાંત હીટવેવને લઈને પણ મોટી આગાહી આપી દીધી છે.
હવામાન વિભાગે અમદાવાદ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વલસાડ અને સુરતમાં પીળા રંગની ગરમીનું એલર્ટ જારી કર્યું છે. ત્યાં જ અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીના મોજા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 3-4 દિવસ સુધી તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે.
હીટવેવ( Heatwave)થી બચવા શું કરવું અને શું ના કરવું?
આટલું કરો
• તરસ ના લાગી હોય તો પેણ યોગ્ય માત્રામાં પાણી પીવું
• શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો
• ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
.વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો
.આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો
• પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો
• બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ”ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો.
આટલું ના કરો
• શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફટ ડ્રિક્સ ના લેવા
• મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો
લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર
• જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો
– શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો
– લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા
– જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઇ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી.