Gondal: ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિહ વધુ એક વિવાદમાં સપડાયા છે. પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વે જે મારકૂટ થઈ હતી, બાદમાં પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો બાદ યુવકનું મૃત્યું થતા, આ મામલે રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકનું નામ રાજકુમાર જાટ હોવાનું સામે આવ્યું છે.આ ઘટના પર ફરી રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલાએ ફરી સોશયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
પોસ્ટમાં શું ઉલ્લેખ હતો
રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલાએ સોશયલ મીડિયામાં રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરતી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભીલવાડા જિલ્લાની સહદા વિધાનસભાના ઝાબરકિયા ગામનો રહેવાસી યુવાન રાજકુમાર જાટની ગુજરાત રાજ્યની ગોંડલ વિધાનસભામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી.ગુજરાત સરકાર તાત્કાલીક રાજકુમાર જાટ સાથે વાત કરે અને તેની માંગણી પર સકારાત્મક કાર્યવાહી કરે.યુવકના પરિવારજનોએ પ્રતિકાત્મક પ્રદર્શન કરી ન્યાય માંગ કરી રહ્યા છે. ઘટનામાં પીડિતા પરિવારને વહેલી તકે ન્યાય મળવો જોઈએ.રાજ્ય સરકારથી રાજસ્થાન સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત કરે અને પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ સામે આવ્યું છે.
પોલીસ fir નહીં નોંધતા વિવાદ
3 તારીખના રોજ સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો. જો કે, 4 તારીખના રોજ રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો. આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં મૃત્યું થયું હતું. 4 માર્ચના રોજ રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં મૃત્યું થયું હતું. 9 માર્ચના રોજ રાજકુમાર જાટની પરિવારજનો દ્વારા મૃતકની ઓળખકરવામાં આવી હતી. પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે.