Diabetes – જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો ભૂલથી પણ ના ખાશો આ ફળ

ડાયાબિટીસના દર્દીઓ માટે કયાં ફળ સારા છે અને ક્યાં ખરાબ ?

ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મહત્વની બાબત એ છે કે બ્લડ સુગરનું સ્તર જાળવવું. આ જ કારણ છે કે તેના દર્દીઓએ ખાવા પીવાને લઈને વિશેષ સાવચેતી રાખવી પડે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ફળો ખાવાએ ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે, પરંતુ વધુ સુગર વાળા ફળો આવા દર્દીઓ માટે મુશ્કેલી ઉભી કરી છે. ચાલો જાણીએ કે કયા ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત છે અને ક્યાં નથી.

સુગર લેવલ પર અસર કરે છે કેળા

કેળાને ઉર્જા ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે સુગર લેવલને વધારીને તરત શરીરને ઊર્જા આપે છે. તેની આ ગુણવત્તા ડાયાબિટીસવાળા દર્દીઓ માટે ખરાબ છે કારણ કે તેનાથી સુગર લેવલની વધુ અસર થાય છે.

ડાયાબિટીસવાળા લોકો માટે દાડમ પણ છે હાનિકારક

આમ તો દાડમ એક ખૂબ ફાયદાકારક ફળ છે જે શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે. પરંતુ દાડમમાં પણ કુદરતી રીતે સુગર વધારે હોય છે. એક મધ્યમ કદના દાડમમાં આશરે 40 ગ્રામ સુગર હોય છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓએ દાડમ ન ખાવું જોઈએ.

સુગર ના દર્દીઓનું સ્વાસ્થ્ય બગાડી શકે છે કેરી

ફક્ત એક કેરીમાં લગભગ 45 ગ્રામ કુદરતી સુગર હોય છે. આવી સ્થિતિમાં, જો ડાયાબિટીસના દર્દી બે કેરી ખાય છે, તો આ કુદરતી સુગર પણ તેનું આરોગ્ય બગાડે છે.

મર્યાદિત માત્રામાં ખાઓ દ્રાક્ષ

એક કપ દ્રાક્ષ ખાધા પછી શરીરમાં 23 ગ્રામ સુગર આવે છે. જો તમે ડાયાબિટીઝના દર્દી છો તો આ ફળને મર્યાદિત માત્રામાં ખાવું તમારા માટે વધુ સારું છે.

મીઠી નહીં ખાટી ચેરી ખાઓ

એક કપ ચેરીમાં 18 ગ્રામ શુગર હોય છે. તમે મીઠી ચેરીઓને બદલે ખાટી ચેરી ખાઈ શકો છો, જેમાં કુદરતી સુગરનું સ્તર ઓછું હોય છે

Scroll to Top