BRICS Summit 2024: રશિયન લોકોએ કૃષ્ણ ભજન ગાઈ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (22 ઑક્ટોબર) કાઝાનમાં BRICS સમિટ 2024માં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદી બ્રિક્સ સભ્ય દેશોના પોતાના સમકક્ષોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. આ સિવાય વડાપ્રધાન મોદી આ સંમેલનમાં પહોંચનારા અન્ય ગેસ્ટને પણ મળશે.

રશિયન નાગરિકોએ વડાપ્રધાન મોદીનું મંગળવારે કઝાનમાં ભવ્ય સ્વાગત કર્યું. તેમણે કૃષ્ણ ભજન ગાઈને સ્વાગત કર્યું. તેઓ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કઝાનની એક હોટલ પહોંચ્યા, જ્યાં રશિયન નાગરિકોએ સાંસ્કૃતિક આપ-લેના એક ભાવપૂર્ણ પ્રદર્શનની સાથે તેમનું સ્વાગત કર્યું.

 

વડાપ્રધાન મોદીએ અમારા સૌના વખાણ કર્યા
ભગવાન કૃષ્ણને સમર્પિત આ ભજને ઉપસ્થિત લોકોનું મનમોહી લીધું, જેમાં બંને દેશ વચ્ચે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વિરાસત માટે સંયુક્ત પ્રશંસાને દર્શાવાઈ. વડાપ્રધાન મોદીએ આભાર વ્યક્ત કરતા આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રોત્સાહન આપવામાં આ પ્રકારના ઈશારાના મહત્ત્વને સ્વીકાર્યું. તો રશિયન કલાકારોએ કહ્યું કે, ‘અમે ખુબ ઉત્સુક હતા. અમે આ ડાન્સ પરફોર્મન્સ માટે અંદાજીત ત્રણ મહિના સુધી પ્રેક્ટિસ કરી. લોકો વડાપ્રધાન મોદીને સાચે ખુબ પસંદ કરે છે. વડાપ્રધાન મોદીએ અમારા સૌના વખાણ કર્યા.

પ્રમુખ રૂસ્તમ મિન્નિખાનોવે ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે એક ‘X’ પોસ્ટ કરતા જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના હેરિટેજ સિટી કઝાન પહોંચી ચૂક્યા છે. તેમનું ત્યાં પહોંચવા પર તાતારસ્તાન ગણરાજ્યના પ્રમુખ રૂસ્તમ મિન્નિખાનોવે ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.

Scroll to Top