Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામમાં માંથી મોટી સંખ્યામાં યુવાવર્ગ રોજીરોટી મેળવવા સુરત, મુંબઈ, અમદાવાદ, વડોદરા સહિત શહેરોમા વસવાટ કરી રહ્યાં છે.આ સ્થિતીમાં ગામડામાં માત્ર વૃદ્ધો જ જોવા મળી રહ્યા છે. આ વૃદ્ધોને ભોજનની કોઈ તકલીફ ન પડે તે માટે અમરેલી (Amreli)જિલ્લામાં 50થી વધુ ગામોમાં દાતાઓના સહયોગથી કોમ્યુનિટી કિચનની શરૂઆત કરવામાં આવી છે.
કોમ્યુનિટી કિચનની શરૂઆત કરવામાં આવી
સ્થાનિક લોકોના કહેવા અનુસાર જીરા ગામની વસ્તી 9 હજાર આસપાસની છે.ગામમાં 3 હજાર જેટલા વ્યક્તિઓ રહે છે. આ ગામમાં રહેતા મોટા ભાગના લોકો જીરા ગામ છોડીને સુરત,અમદાવાદ,નવસારી, વડોદરા જેવા મહાનગરોમાં ધંધો કરવા જતા રહેવાના કારણે મૂશ્કેલી પડી હતી. આ ગામમાં વૃધ્ધોને 2 ટાઈમ જમવાની સુવિધાઓ ઉપલબ્ધ થાયને ઘર જેવું જ પોષ્ટિક આહાર મળી રહે તે માટે જીરાના કોમ્યુનિટી કિચનમાં 100થી વધુ માણસોનું ભોજન બનાવી શકાય છે.50 જેટલા વૃદ્ધોને ઘર બેઠા ટિફિન મળી રહે તેવી અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
50 જેટલા વૃદ્ધોને ઘર બેઠા ટિફિન મળી રહે તેવી અદ્ભુત વ્યવસ્થા
જીરા ગામના સરપંચ દક્ષાબેન ચોડવડીયાએ કહ્યું કે, જીરા ગામમાં સ્થાનિક સરપંચ અને ગ્રામ પંચાયત ટીમ દ્વારા સવારે ટિફિન બનાવવાની શરૂઆત થઈ જાય છે. જીરા ગામના હાલ 40 ઘરોમાં આ કોમ્યુનિટી કિચન દ્વારા શુદ્ધ દૂધ, દહીં, છાશ અને ઘીમાં બનાવેલ રોટલીઓ અને દરરોજ અલગ અલગ શાકભાજી સાથે રવિવારે મિષ્ઠાન પીરસવામાં આવે છે. સ્પેશલ રસોયા રાખીને જીરાના વૃધ્ધોને સારુંને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે રસોયા કામકાજ સંબંધે બહાર હોય તો ગામના સખી મંડળો દ્વારા બહેનો રસોઈ બનાવીને વૃધ્ધોના ઘર સુધી રસોઈના ટિફિનો પહોંચાડવામાં આવે છે.ગ્રામીણ ગામડું ભાંગતા બચાવવા સાથે ગામના વૃધ્ધોને સાચવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. જીરા સાથે અમરેલીના ખડકાળા, જૂના સાવર, સીમરણ, ફિફાદ, પાટી, ભુવા તેમજ હડાળા સહિત 50થી વધુ આવા કોમ્યુનિટી કિચન કાર્યરત છે. વૃધ્ધો અશકત કે, બીમાર હોય તેના ઘરે જઈ બંને ટાઇમ ટિફિન પહોંચાડવામાં આવી રહ્યું છે.