Whether News: શિયાળાના અંત સાથે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ દાઝી જવાઈ તેવી ગરમી રાજયમાં પડી રહી છે. ત્યારે રાજ્યના વિવિધ જીલ્લામાં ગરમીનો પ્રકોપ સતત વધતો જોવા મળી રહ્યો છે.માર્ચ મહિનાની શરૂયાતમાં જ લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે લોકોને સર્તક રહેવા અને કામ વગર ઘરની બહાર ન નિકળવા અપીલ પણ કરી છે. સંભાવના વ્યકત કરવામાં આવી છે કે,રાજ્યમાં 42 થી 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે.
રાજ્યમાં 42 થી 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે
રાજ્યમાં ગરમીનો પારો સતત વધી વધી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ કહેર વર્તાવવાનું શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતીઓને હવે આકરા તાપનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના 9 જીલ્લામાં આજે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 42 ડિગ્રી તો સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રીએ સુધી ગરમીનો પારો ઉંચો જઈ શકે છે. અગામી બે દિવસોમાં આકરી ગરમી ઓછી પડે તેવું લાગતું નથી. અમદાવાદ,સુરત,રાજકોટ,કચ્છ,મોરબીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર,ગાંધીનગર,જૂનાગઢ,પોરબંદરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં 13 માર્ચ સુધી અસહ્ય ગરમીનો અનુભવ થશે
સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠા પર પવનની ગતિમાં ફેરફાર થવાના કારણે રાજ્યમાં 13 માર્ચ સુધી અસહ્ય ગરમીનો અનુભવ થશે. લોકોએ આકરી ગરમીનો સામનો કરવો પડશે. 2025નો ઊનાળો અસહ્ય ગરમી વાળો રહેશે. કચ્છ, જામનગર, મોરબી, બોટાદ, જૂનાગઢ, અમરેલી, હિંમતનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર જાય તેવી તમામ શક્યતા છે.