America: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સત્તા પર આવતાની સાથે જ અનેક રિપોર્ટ્સ સાઈન કર્યા અને ઇમિગ્રેશન પોલિસીમાં પણ તેઓ બદલાવ લઈને આવ્યા. આ બદલવાના કારણે મોટા ભાગે સૌથી વધુ ભારતીય વિધાર્થો ભય ના ઓથ હેઠળ જીવી રહ્યા છે. કેમકે તેમને એ પણ ડર લાગી રહ્યો છે ક્યાંક આ નવી પોલિસી અંતર્ગત તેમનો નંબર માસ ડિપોર્ટેશનમાં ના આવી જાય. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના આકાર વલણ માટે પોતાની 2.O સરકારમાં પહેલે થી જ આક્રમકઃ દેખાઈ રહ્યા છે. અને તેમની આ આક્રમકતા ના કારણે અમેરિકન યુનિવર્સીટી અને કોલેજોમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે.
ઇમિગ્રેશન પોલિસીમાં બદલાવ આવ્યો
પ્રેસિડેન્ટ તરીકે સત્તા સંભાળી ત્યારથી તે ઇમિગ્રેશનને લઈને આકરું વલણ અપનાવી રહ્યા છે. થોડા સમય અગાઉ તેમણે અમેરિકન યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઇઝરાયેલ વિરોધી દેખાવો કરનારા સ્ટુડન્ટસને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે અમેરિકન સરકાર તેમના વિઝા રદ્દ કરી દેશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે તેમની સામે કામગીરી શરુ પણ કરી છે. જોકે સ્ટેટ ડિપાર્ટમેન્ટે હમાસ તરફી પ્રદર્શનોમાં ભાગ લેનારા એક સ્ટુડન્ટના વિઝા રદ્દ કરી દીધા છે. અને એક ખાનગી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ વાત કન્ફર્મ કરી છે. પરંતુ આ બાબત કાયદાકીય હોવાના કારણે સ્ટુડન્ટનું નામ જાહેર નથી કર્યું સાથે એટલું જ નહીં તે કઈ યુનિવર્સિટી કે કોલેજમાં અભ્યાસ કરતો હતો તેનો પણ ખુલાસો નથી કર્યો. અને માત્ર એટલું જ જણાવ્યું કે સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક એલિયનના વિઝા રદ્દ કર્યા છે.
અમેરિકન (America) સરકાર અત્યારે તેમના દેશમાં વિરોધ કરી રહેલા કેટલાક યહૂદીઓ અને આતંકી સંગઠન સાથે જોડાયેલા સ્ટુડન્ટ્સને તેમના વતન પરત મોકલાવ માટે તૈયારીઓ હાથ ધરી છે. જેમાં વિધાર્થીઓના વિઝા સમીક્ષા કરવા માટે અત્યાર સુધીમાં એક લાખથી વધુ સ્ટુડન્ટસના વિઝાની સમીક્ષા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં સત્તા સંભાળી અને ત્યારે તેમણે યહુદી વિરોધનો સામનો કરવા માટે એક એક્ઝીક્યુટિવ ઓર્ડર સાઈન કર્યો હતો. વાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલી એક ફેક્ટ શીટમાં ટ્રમ્પને ટાંકતા કહેવામાં આવ્યું હતું કે જિહાદને સમર્થન આપતા પ્રોટેસ્ટમાં જોડાયેલા તમામ રેસિડેન્ટ એલિયન્સને સૂચના આપવામાં આવે છે કે 2025 માં અમે તમને શોધી કાઢીશું અને તમને ડિપોર્ટ કરી દઈશું.
શોધી શોધીને ડિપોર્ટ કરવામાં આવશે
અમેરિકા (America) હવે પોતાના દેશમાંથી ઈલિગલ ઈમિગ્રન્ટ્સને તેમના દેશમાં મોકલાવ માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવાની શરૂઆત કરી રહ્યા છે. જેમાં તેમના દેશમાં થયેલી હિંસા અને દેશ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયેલા તમામ લોકોને પકડવા માટે ટ્રમ્પે વર્ષ 2025 નું એક અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે તેમની સરકાર કેવી રીતે કામગીરી કરશે તે જોવાનું રહેશે.