Gujarat Vidhansabha: રાજ્ય સરકાર આપે છે ફ્રી સિલિન્ડર?,વિધાનસભામાં કરી જાહેરાત

Gujarat Vidhansabha: રાજ્યમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આ સમય દરમિયાન પક્ષ અને વિપક્ષ વિવિધ મુદ્દાને લઈ મંત્રીને સવાલ કરતા હોય છે.ત્યારે આજે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે (Minister Bhikhusinh Parmar) ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત આંણદમાં જિલ્લામાં કેટલા ફ્રી સિલિન્ડર આપવામાં આવ્યા તેનો ખુલાસો કર્યો હતો.

આંણદમાં 53,264 લાભાર્થીઓને લાભ મળ્યો

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે (Minister Bhikhusinh Parmar) વિધાનસભામાં કહ્યું હતું કે, આંણદમાં જિલ્લામાં એલ.પી.જી.ફ્રી સિલિન્ડર (Free cylinder) સહાય યોજના અંતર્ગત તા.31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 1,71,440 લાભાર્થીઓ નોંધાયેલા છે.જે અંતર્ગત આણંદ જિલ્લામાં ‘પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના પ્રથમ તબક્કામાં 1,18,027 તથા બીજા તબક્કામાં 53,264 લાભાર્થીઓ એમ કુલ મળીને 1,71,291 લાભાર્થીઓ નોંધાયેલા છે. જ્યારે ‘રાજ્ય PNG/LPG સહાય યોજનાના 149 લાભાર્થી નોંધાયેલા છે. જે મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં એલ.પી.જી. ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં કુલ રૂ.12.82 કરોડની સબસિડી ચૂકવવામાં આવી છે.આ ઉપરાંત આંણદ જીલ્લામાં તમામ લાભાર્થીને ઘરબેઠા એલ.પી.જી.ફ્રી સિલિન્ડર આપવામાં આવે છે. તમામ નાગરીકને મૂશક્લી ન પડે તે માટે રાજ્ય સરકાર કામકરી રહી છે.

રાજ્યમંત્રી ભિખુસિંહજી પરમારે વિધાનસભામાં આપ્યો જવાબ

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રસોઈમાં લાકડા અને છાણ જેવા ઇંધણનો વપરાશ કરવાથી ધુમાડાના કારણે મહિલાઓના સ્વાસ્થ્યને થતા નુકશાનને અટકાવવા માટે LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અમલી બનાવવામા આવી છે. LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત વર્ષ 2024માં જામનગર જિલ્લામાં કુલ 96,601 લાભાર્થીઓ નોંધાયેલા છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ 7.81 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે તેમ મંત્રી પેટા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.

 

 

 

 

 

Scroll to Top