Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઊર્જા અંગે કરી મોટી જાહેરાત

Gujarat News: રાજ્ય સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે.તેવી જ રીતે હવે ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ વધુને વધુ ઉદ્યોગોને ગ્રીન એનર્જી (Green Energy) ના ઉપયોગ તરફ વાળવા છે.આ પ્રંસગે મુખ્યમંત્રીએ કહ્યું ગ્રીન એનર્જી (Green Energy) ઉત્પાદન અને વિનિયોગને પ્રોત્સાહિત કરવાનો અભિગમ અપનાવ્યો છે.આ અભિગમને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. ગત વાયબ્રન્ટ સમિટમાં ગ્રીન એનર્જી (Green Energy) ને પ્રાધાન્ય આપીને કુલ એમ.ઓ.યુ.માંથી અડધો અડધ એમ.ઓ.યુ. આ ક્ષેત્ર માટે કરવામાં આવ્યા છે.

એન્યુઅલ મિટ-2025માં સંબોધન

ગ્રીન એનર્જી (Green Energy) થી ગ્રીન ગ્રોથનો સંકલ્પ પાર પાડવા રાજ્યની કોઈ એક ઔદ્યોગિક વસાહત – જી.આઈ.ડી.સી.ને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી (Green Energy) આધારિત ઉદ્યોગો ધરાવતી જી.આઈ.ડી.સી. બનાવવાની દિશામાં સરકાર આગળ વધવા માંગે છે.તેમણે વધુમાં જણાવ્યું કે ગ્લોબલ ડેવલપમેન્ટ માટે ભારતે લીડ લેવાનો આ સમય સહી સમય છે તેવું આહવાન કર્યું છે. આવા આ સહી સમયે વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતમાં પણ ક્વોલિટી પ્રોડક્ટ, એમ.એસ.એમ.ઈ.ને પેકેજિંગ માટે સહાય અને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તત્પર છે. ઉદ્યોગજગત પણ રાજ્ય સરકાર સાથે સહયોગી બને તો આપણી પ્રોડક્ટ ગ્લોબલ કોમ્પિટીટિવ માર્કેટમાં ક્વોલિટી પ્રોડક્ટ તરીકે પ્રસ્થાપિત કરી શકાશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. ઉદ્યોગ-વેપાર જગતમાં નાનામાં નાના માણસની પણ મહત્તા અને વિકાસમાં સહભાગીતા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.

એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન

સી.આઇ.આઇની વાર્ષિક બેઠક વિઝન ઇન્ડિયા 2047માં ચેરપર્સન સ્વાતિ સંલગાવલકરે જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગ સંઘ (CII) 600થી વધુ સભ્યોની સમર્પિત ટીમની અવિરત મહેનત થકી રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસની નવીન તકો માટે સૌના સાથ અને સૌના વિકાસથી આગળ વઘી રહ્યા છીએ, તેમણે ઉમેર્યું હતું કે, સરકારની નીતિઓને પગલે ઔધોગિક વિકાસે હરણફાળ ભરી છે.તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઇ.આર અને પીએ મીત્ર પાર્ક, રાજ્યમાં રોકાણ માટે એક આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવ્યા છે તેમ જણાવ્યું હતું. આ સંસ્થા રાજ્યના વિકાસ થકી ઔધોગિક વિકાસ માટે કટિબધ્ધ છે તેમ જણાવી ગુજરાત સરકાર અને સીઆઇઆઇના સહયોગ દ્વારા વિક્સિત ગુજરાતની દિશામાં આ વાર્ષિક સભા ખાસ કદમ બની રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

 

 

 

 

 

Scroll to Top