જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને લઈને સૌથી મોટો વિવાદ, મૃતક યુવક મામલે ખુલ્યા અનેક રહસ્યો

ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિહ વધુ એક વિવાદમાં સપડાયા છે. પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો વિવાદ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પૂર્વ ધારાસભ્યના બંગલે 3 માર્ચે ગયા બાદ ગુમ થયેલ યુવકનો 6 દિવસ પછી મૃતદેહ મળ્યો છે. જો કે, આખા વિવાદે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્ન ઊભા કર્યા છે.

આ મામલે મૃતકના પિતાએ મીડિયા સમક્ષ આવીને અનેક ચોંકાવનારા આરોપ કર્યા છે. પિતાના જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્યના બંગલા પાસે બાઈક ઊભું રાખતા પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ દ્વારા યુવાનને ઢોર માર મરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધારાસભ્યના બંગલા પાસે જ પિતા-પુત્રને માર માર્યાનો આક્ષેપ કરાયો છે.

જો કે. આ ઘટના પછી યુવાન ગુમ થયા હોવાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. મૃતક યુવકના પિતા દ્વારા ગ્રામ્ય પોલીસમાં યુવક ગુમ થયાની અરજી પણ કરવામાં આવી હતી. જો કે, પોલીસે ફરિયાદ ન લેતા મૃતકના પિતાએ SP સમક્ષ ફરિયાદ કરી હતી. જો કે, આ ઘટનામાં ગુમ યુવકની લાશ મળતા અનેક સવાલો ઊભા થયા છે.

તરઘડીયા બ્રિજ પર હિટ એન્ડ રનમાં યુવાનનું મોત થયું હોવાનું ખુલ્યું છે. પોલીસ તપાસમાં મૃતક ગોંડલનો જ ગુમ થયેલો યુવાન જ છે, એવું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.હિટ એન્ડ રનની કુવાડવા પોલીસમાં નોંધ લેવામાં આવી છે. ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કૂવાડવા પાસે વાહન અડફેટે મોત થયાના ત્રણ દિવસ બાદ હવે ઓળખ મળતા આ રહસ્ય અત્યંત ઘેરાયું છે. જો કે, ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વે જે મારકૂટ થઈ હતી, બાદમાં પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો બાદ યુવકનું મૃત્યું થતા આ મામલે રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે.

Scroll to Top