Chhaava: બોલિવૂડના ઉભરતા સુપરસ્ટાર વિકી કૌશલની ફિલ્મોની સફળતા હવે બોક્સ ઓફિસ પર પણ જોવા મળી રહી છે.વિકી કૌશલ (Vicky Kaushal) ની એક-બે ફિલ્મો સિવાય બોક્સ ઓફિસ પર કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. પરંતુ હવે અભિનેતાની ફિલ્મ છાવાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે 500 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે. ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે.500 કરોડના ક્લબમાં પ્રવેશવાની સાથે જ આ ફિલ્મે બે મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે.
છાવા ફિલ્મને વિદેશોમાં સારો પ્રતિસાદ મળ્યો
વિકી કૌશલ (Vicky Kaushal) ની છાવાએ રિલીઝના 22માં દિવસે એટલે કે શુક્રવારે 8.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.છાવા હવે જે રીતે કમાણી કરી રહ્યા છે તેના આધારે અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ જલ્દી બંધ થવાની નથી. આવનારા સમયમાં એવી કોઈ મોટા બજેટની ફિલ્મ નથી આવી રહી જે વિકીના પ્રભાવનો ફાયદો ઉઠાવ છે. આ ફિલ્મે હવે 22 દિવસમાં 502.7 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તેના વિશ્વવ્યાપી કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મને વિદેશોમાં સારો પ્રતિસાદ મળ્યો છે. છવાએ 22 દિવસમાં વિશ્વભરમાં 670 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઝડપથી 700 કરોડ રૂપિયા તરફ આગળ વધી રહી છે.
ફિલ્મ 500 કરોડની પાર
વિકી કૌશલ (Vicky Kaushal) ની છાવાએ રિલીઝ થયા બાદ ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. બોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર, આ ફિલ્મે 500 કરોડનો આંકડો પાર કરવામાં સની દેઓલની ગદર 2 અને પ્રભાસની બાહુબલી 2 કરતાં ઓછો સમય લીધો છે. આ મામલે વિકીએ શાહરૂખ ખાનના પઠાણની બરાબરી કરી લીધી છે.
કમાણીના આંકડા
બાહુબલી 2- 500 કરોડ- 34 દિવસ
ગદર 2- 500 કરોડ- 24 દિવસ
પઠાણ- 500 કરોડ- 22 દિવસ
છવા- 500 કરોડ- 22 દિવસ