Champions Trophy ની ફાઈનલમાં વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની આગાહી

Champions Trophy 2025: રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા રવિવારે 9 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમશે. કિવી ટીમની કમાન મિશેલ સેન્ટનરના હાથમાં છે. ફાઈનલ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી(Champions Trophy 2025) ની ફાઈનલ મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે.

2000 બાદ ફરી બંન્ને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાશે

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 25 વર્ષ જૂનો બદલો લેવા ઈચ્છશે. 2000 માં બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) ની ફાઇનલમાં પહોંચી હતી.જ્યાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને તેનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. 2000 બાદ ફરી બંન્ને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) ની ફાઇનલમાં ટકરાશે.આ પહેલા 2022માં ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ ટ્રોફી જીતી હતી.ભારતીય ટીમ આ હારનો બદલો લેવા માંગો છો.ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) 2025ની તમામ મેચો જીતીને આવી રહી છે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશને, બીજી મેચમાં પાકિસ્તાનને અને ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ પછી ટીમે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પણ સારી ક્રિકેટ રમ્યા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચ 9 માર્ચ, રવિવારે બપોરે 2.30 કલાકે દુબઈમાં શરૂ થશે. આ સમયે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના રહેલી છે.મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. વરસાદની સંભાવના 10 ટકા, ભેજ 43 ટકા રહેશે. 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પણ સારી ક્રિકેટ રમ્યા છે. આ ટીમે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે મોટા અંતરથી મેંચ જીત્યા હતા.જોકે ન્યુઝીલેન્ડ ટીમની દુબઈમાં એક મેંચ રમી હતી. તે મેંચમાં ભારતની જીત થઈ હતી.

 

 

Scroll to Top