Rahul Gandhi:કોંગ્રેસ સંમેલનમાં રાહુલ ગાંધીનો મોટો ધડાકો, કોંગ્રેસ પક્ષ 2027માં……

Rahul Gandhi: લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં ભવ્ય સભાને સંબોધન કરી હતી. કાર્યકર્તા સંવાદમાં રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું કે ગઈ કાલે ગુજરાતના સિનિયર નેતાઓને મળ્યો હતો. મારો ઉદ્દેશય ગુજરાતની જનતાનો અવાજ સંભાળવાનો છે.મારી અને કોંગ્રેસ (Congress) ની ગુજરાતમાં શું જવાબદારી બને છે. ગુજરાતમાં માત્ર કોંગ્રેસ પક્ષ માટે આવ્યો નથી. ગુજરાતના લોકોની દિલની વાત જણાવા આવ્યો છે.

કોંગ્રેસના સૌથી મોટા 5 નેતાઓ પૈકી 2 ગુજરાતના

યુવાનો,ખેડુતો,મહિલાઓ,વેપારીઓ માટે ગુજરાતમાં આવ્યો છું. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ (Congress) પાર્ટી વિપક્ષમાં છે.2007,2012,2017 અને 2022થી કોંગ્રેસ સતત ચૂંટણી હારી રહી છે. હું અહીં માત્ર ચૂંટણીની વાતો કરવા આવ્યો નથી. ગુજરાતમાં આપણી જવાબદારી પૂરી નહીં કરીએ ત્યા સુધી ગુજરાતની પ્રજા ચૂંટણી નહીં જીતાડે.ગુજરાતની જનતા પાસે સરકાર આપણે માંગવી પણ ન જોઈએ.કોંગ્રેસ (Congress) પાર્ટીએ ગુજરાતમાં એવું કામ કરવાનું છે કે,તમામ જનતા કોંગ્રેસ (Congress) ને સમર્થન કરે.અંગ્રેજોની સામેની લડત સમયે પણ કોંગ્રેસ (Congress) પક્ષનો કોઈ ચેહરો નહોતો. ત્યારે સાઉથ આફ્રિકાથી લીડર મહાત્મા ગાંધી આવ્યા હતા. તેમને કોંગ્રેસ (Congress) સહિત સમગ્ર દેશનું નિતૃત્વ કર્યું હતું.ગાંધીજી વગર ભારત દેશને આઝાદી મળી ન હોત.ભારતને ગુજરાતે રસ્તો બતાવ્યો હતો. ગાંધીજી સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા. દેશના અને કોંગ્રેસ (Congress)  ના સૌથી મોટા 5 નેતાઓ પૈકી 2 ગુજરાતના હતા.

ગુજરાતના લોકોની દિલની વાત જણાવા આવ્યો

ગુજરાત કોંગ્રેસ (Congress) પર આક્રરા પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાત કોંગ્રેસ (Congress) ના નેતાઓ અને કાર્યકરો 2 પ્રકારના છે. 1 પ્રજા સાથે રહેવા વાળા. 2 પ્રજા સાથે રહેતા નથી, તેનું સન્માન પણ નથી કરતા. ગુજરાત કોગ્રેસ (Congress) ના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળીને કામ કરે છે. કોંગ્રેસ (Congress)  માં રહી ભાજપ માટે કામ કરતા કાર્યકરતાને પક્ષ માંથી બહાર કાઢવા પડશે.ગુજરાતની જનતા વેપારી,ખેડુત,યુવાઓ B ટીમને નથી ઈચ્છતી.કોંગ્રેસ (Congress)  ના કાર્યકરો બબ્બર શેર છે, પરંતુ આ શેરની પાછળથી સાંકળ બાંધેલી છે. હવે ગુજરાતમાં બે કામ કરવાના છે.પહેલું કામ આવા 2 ગૃપને અલગ કરવાના છે. કોંગ્રેસ (Congress)  માં રહી ભાજપ માટે કામ કરતા નેતાને બહાર આપડે કાઢીશું.ગુજરાત કોંગ્રેસ (Congress)  ના નેતાઓએ પ્રજાના ઘર સુધી જવું પડેશે. લોકોના ઘરે ભાષણ આપવા નહીં પરંતુ તેમને સાંભળવા જવું પડશે.વિપક્ષ પાસે ગુજરાતમાં 40 ટકા મત છે. ગુજરાત કોંગ્રેસે 2027માં માત્ર 5 ટકા વધુ મત મળવામાં સફળ રહે તો સરકાર બની શકે છે.

 

 

Scroll to Top