Pm Modi Gujrati Visite: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભારત ગર્વથી મહિલા શક્તિની ઉજવણી કરી રહ્યું છે. વિશેષ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi ) એ શનિવારે (8માર્ચ 2025) સોશ્યલ મીડિયા પ્લટેફોર્મ x દ્વારા મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી.આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Pm Modi ) એ કહ્યું તેમના સોશિયલ મીડિયા એકાન્ટને વિવિધ ક્ષેત્રોમાં સફળ મહિલાઓ સંભાળશે. નરેન્દ્ર મોદી (Pm Modi ) મહિલા દિવસ નિમીતે રાજ્યની લખપતી મહિલાઓ સાથે બેઠક પણ કરશે.
મહિલા દિવસ પર મહિલા શક્તિને સલામ કરીએ
પ્રધાનમંત્રી મોદી (Pm Modi ) જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) પર સમગ્ર દેશની સફળ મહિલાઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરશે. મહિલા દિવસ પર મહિલા શક્તિને સલામ કરીએ છીએ!તેમણે વધુ જણાવતા કહ્યું અમારી સરકાર હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે. જે અમારી યોજનાઓ અને કાર્યક્રમોમાં પ્રબિંબિત થાય છે. વાયદા મુજબ સોશિયલ મીડિયા પ્રોપર્ટી વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ ઉભી કરતી મહિલાઓ દ્વારા લેવામાં આવશે.
મુખ્યમંત્રીએ નારીશક્તિને હાર્દિક શુભકામનાઓ પાઠવી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની દેશની નારીશક્તિને હાર્દિક શુભકામનાઓ. સોશ્યલ મીડિયા પ્લટેફોર્મ x પર શુભકામના આપતા કહ્યું આપણી સંસ્કૃતિમાં નારીને નારાયણી ગણીને તેમને સન્માન આપવામાં આવે છે. આજનો યુગ છે નારીના એ ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો. આજનો સમય છે નારીની આંતરિક શક્તિઓ અને સંવેદનાની તાકાતને ઉજાગર કરવાનો છે. સૌ સમાજ સાથે મળીને મહિલાઓના સન્માન, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સ્વાવલંબન માટે પ્રતિબદ્ધ બનીએ. નારી સાચા અર્થમાં શક્તિ બનીને ઉભરી આવે તે આપણે સૌ સુનિશ્ચિત કરીએ.