Dilip Sanghani: જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદન પર દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમને જ્ઞાનપ્રકાશ સ્વામીને ઝેરી જીવજંતુ સાથે સરખાવ્યા હતા.સંઘાણી કહ્યું ભોજા બાપાના માર્ગદર્શનમાં સદાવ્રત ચાલુ કરવામાં આવ્યું હતું.આટલી સ્પષ્ટતા બધા માટે દીવાદાંડી સ્વરૂપ છે. પણ સ્વામીનારાયણના સાધુઓ ભગવા પહેરે એટલે બધાને સરખા સમજે છે. સ્વામીનારાયણના કોઈપણ સાધુ બોલે તો બધા સંપ્રદાયમાં આંતરિક ભેદભાવ ઉભો થાય છે. આ વિવાદનો ભોગ બધાને બનવું પડેશે.સ્વામી નારાયણ જે દેશ દુનિયામાં ગૌરવ વધાર્યું છે.તેમણે ઉદાહરણ આપતા કહ્યું દૂધપાક બનાવવોને રાત્રે દૂધ તૈયાર કર્યુ ને સવારે કોઈ જીવજંતુ અંદર પડી જાય તો આખું દૂધપાક બગાડી જાય છે.સ્વામી નારાયણના સાધુઓ વ્યસન મુક્તિ, શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરે છે તેને પણ દાગ લાગે આવા કથિત કામ ન કરવા જોઈએ.
Dilip Sanghani એ Jalarambapa પર બફાટ કરનાર સ્વામીને આકરા શબ્દોમાં શું કહ્યું સાંભળો
