Narendra Modi અને Rahul Gandhi એક જ દિવસે Gujarat ની મુલાકાતે શું નવાજૂન થશે ? | Jagdish mehta

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે.સવારે સાડા દસ વાગ્યે રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન થયું હતું. અમદાવાદ એયરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ સહિતના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. અમિત ચાવડા સહિતના નેતાઓ પણ એયરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ,વિપક્ષ નેતા,પૂર્વ પ્રમુખ સાથે 2027માં યોજાનારી વિધાનસભા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ,વિપક્ષનેતા અમિત ચાવડા,પૂર્વ પ્રમુખ ભરત સોલંકી, જગદિશ ઠાકોર સહિત અનેક આગેવાન હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ બેઠકમાં ગુજરાતના પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.જેમાં પરેશ ધાનાણી,પ્રતાપ દુધાત,વિક્રમ માડમ,ત્રત્વીક મકવાણા સહિતના આગેવાન હાજર રહ્યા હતા.

Scroll to Top