Rajkot News: ગુજરાતના રાજકોટમાં વસવાટ કરતી દર્શન પરમાર કેન્સર પીડિત લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે અનોખું કામ કરી રહ્યા છે.આ દર્શના પરમાર નામની મહિલા છેલ્લા એક વર્ષથી વાળ વધારી કેન્સર પીડિત લોકો માટે વાળ ડોનેટ કરી રહ્યા છે. આ મહિલાએ 12 ઇંચથી પણ વધુ લંબાઈના વાળ કપાવીને ડોનેટ કર્યા છે.
કેન્સર પીડિત લોકો માટે વાળ ડોનેટ
રાજકોટના વતની અને છેલ્લા 7 વર્ષથી ફિલ્મમેકિંગ અને મીડિયા ક્ષેત્રમાં Creative Director તરીકે કામ કરતા દર્શન પરમારે બીજીવાર કેન્સર પીડિત લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે પોતાના 1 વર્ષથી પણ વધુ સમયથી લાંબા કરેલા 12 ઇંચથી પણ વધુ લંબાઈના વાળ કપાવીને ડોનેટ કર્યા હતા.દર્શન પરમારનું કહેવું છે કે પહેલા મેં શોખથી લાંબાવાળ કરેલા પણ જ્યારે પહેલીવાર મેં આ વાળ કેન્સર પીડિત લોકો માટે ડોનેટ કરેલા ત્યારે મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાઈ હતી. ત્યારથી જ મેં નક્કી કરેલું કે, હવે જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી આ રીતે લાંબા વાળ કરતો રહીશ અને કેન્સર પીડિત લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે આ વાળને ડોનેટ કરતો રહીશ.
મહિલા દિવસ પહેલા આ મહિલાનું મોટું દાન
ગુજરાતમા ખુબ અનોખ ઘટના કહી શકાય કારણ કે અત્યાર સુધી આપણે બલ્ડ ડોનેટ કર્યા હયો તેવી અનેક ઘટના સાંભળી હશે. પરંતુ આ મહિલા કેન્સર પીડિત લોકો માટે પોતાના વાળા ડોનેટ કરે છે. 8 માર્ચે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. તે પહેલા આ મહિલાએ ખુબ જ સારૂ કામ કર્યું છે. આ મહિલાએ સમાજનો એક સંદેશો પણ આપ્યો છે. કેન્સર પીડિતો લોકો પણ સમાજનો એક ભાગ છે.