Rahul Gandhi: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે.સવારે સાડા દસ વાગ્યે રાહુલ ગાંધી (Rahul Gandhi) નું અમદાવાદ એયરપોર્ટ પર આગમન થયું હતું. અમદાવાદ એયરપોર્ટ પર રાહુલ ગાંધી (Rahul Gandhi) નું સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ સહિતના નેતાઓએ રાહુલ ગાંધી (Rahul Gandhi) નું સ્વાગત કર્યું હતું. અમિત ચાવડા સહિતના નેતાઓ પણ એયરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાથે બેઠક કરી
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ,વિપક્ષ નેતા,પૂર્વ પ્રમુખ સાથે 2027માં યોજાનારી વિધાનસભા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ,વિપક્ષનેતા અમિત ચાવડા,પૂર્વ પ્રમુખ ભરત સોલંકી, જગદિશ ઠાકોર સહિત અનેક આગેવાન હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ બેઠકમાં ગુજરાતના પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.જેમાં પરેશ ધાનાણી,પ્રતાપ દુધાત,વિક્રમ માડમ,ત્રત્વીક મકવાણા સહિતના આગેવાન હાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાશે
કોંગ્રેસ પાર્ટીનું 8 અને 9 એપ્રિલ 2025 ના રોજ રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાવવા જઈ રહ્યું છે.. તેની તૈયારીઓ માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અમદાવાદ આવ્યા હતા, અને અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કમિટી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. દરમ્યાન એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન માટે તૈયારીઓ ચાલી રહી છે.
રાહુલ ગાંધી અને પીએમ મોદી એકસાથે ગુજરાતમાં
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આગામી 8 અને 9મી એપ્રિલે ગુજરાતમાં હાજર રહેવાના છે. 7 અને 8 માર્ચ સુધી 2 દિવસ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે રહેશે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે.જ્યારે 8 તારીખે પીએમ મોદી પણ સુરતમાં આવશે.