ગુજરાતના આ સ્ટાર ખેલાડીએ બનાવ્યો ઐતિહાસિક રેકૉર્ડ, લારાને પણ પાછળ છોડ્યો

ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા ચેતેશ્વર પુજારાએ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. પૂજારાએ તેની પ્રથમ કક્ષાના ક્રિકેટની 66મી સદી ફટકારી હતી અને તેની સદીને બેવડી સદીમાં ફેરવવામાં પણ સફળ રહ્યો હતો. પૂજારાની પ્રથમ કક્ષાના ક્રિકેટ કરિયરમાં આ 18મી બેવડી સદી છે. પૂજારા હવે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર વિશ્વનો ચોથો બેટર બની ગયો છે. બ્રેડમેને પોતાની પ્રથમ કક્ષાના ક્રિકેટ કારકિર્દીમાં સૌથી વધુ બેવડી સદી ફટકારી છે. 37 ડબલ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે.

પૂજારાએ રણજી ટ્રોફીમાં 21000 રન પણ પૂરા કર્યા
ચેતેશ્વર પૂજારાના નામે તેની રણજી ટ્રોફીની કારકિર્દીમાં 66 સેન્ચુરી છે. 66મી સેન્ચુરી ફટકારી પૂજારાએ બ્રાયન લારાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. લારાએ પોતાની રણજી ટ્રોફીમાં 65 સદી ફટકારી હતી. આ સાથે પૂજારાએ પોતાની રણજી ટ્રોફીમાં કારકિર્દીના 21000 રન પણ પૂરા કર્યા છે.

રણજી ટ્રોફીમાં ભારત માટે 4 સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

રણજી ટ્રોફી 2024માં છત્તીસગઢ અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચ દરમિયાન પુજારાએ સૌરાષ્ટ્ર માટે રમતી વખતે તેની સેન્ચુરી પૂરી કરી હતી. તે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ચોથા સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બન્યા છે. સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે ભારત માટે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં તેમના કરતા વધુ રન બનાવ્યા છે. આ બંને પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 81 સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યા છે.

 

Scroll to Top