થાનમાં  મગફળીના ગોડાઉનમાં આગ કેમ લાગી?પાલ આંબલિયાએ કર્યો ખુલાસો

Surendranagar News: સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. મળતી માહિતી મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળી FCIના ગોડાઉનમાં રાખવામાં આવી હતી, જેમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી. એક અંદાજ મુજબ ગોડાઉનમાં લાગેલી આગના કારણે 50 હજાર કિલોથી વધુ માત્રામાં મગફળી બળીને ખાક થઈ ગઈ છે. જેને લઈ  કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું મગફળી ગોડાઉનમાં આગ લાગવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે.

 સરકારના મળતીયાઓ જ આગ લગાવે છે

પાલ આંબલિયાએ કહ્યું ગુજરાતમાં મગફળીના  ગોડાઉનમાં આગ લાગવીએ સામાન્ય ઘટના બની ગઈ છે. ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારના મળતીયાઓ જ આગ લગાવે છે. સરકારમાં બેઠેલા ભાજપના જ આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે. પછી તપાસ સમિતિ નિમેંને નિર્દોષ પણ જાહેર થઈ જાય છે.મગફળી ગોડાઉનમાં લાગેલી આગમાં કડક હાથે કામ લીધું હોત તો આજે આગ ન લાગી હોત.ચોર પોતે, ચોકીદાર પોતે, પોલિસ પોતે, જજ પણ પોતે તેવો ઘાટ મગફળી કૌભાંડમાં દર વખતે રચાય છે. આ ઉપરાંત પાલ આંબલીયાએ સરકારને આક્રરા સવાલો પણ કર્યા હતા.

1)થાન ગોડાઉનમાં મગફળી કઈ કઈ સહકારી મંડળીની આવી હતી ?? એના માલિક ક્યા પક્ષ સાથે જોડાયેલ છે ??

2)હકારી મંડળીમાંથી કેટલા જથ્થામાં મગફળી આવી હતી ??

3)ગોડાઉનમાં મગફળી આવી ત્યારે તેની ચકાસણી કરનારા કોણ હતા ?? રજીસ્ટર નિભાવ્યું છે ???

4)ગોડાઉનમાં કુલ કેટલો જથ્થો આવ્યો હતો કેટલો સળગી ગયો ??

5)બચેલો જથ્થો છે તેની ગુણવત્તા ચકાસણી સરકાર કરશે ??

આવા પ્રકારના વિવિધ સવાલો પાલ આંબલિયાએ સરકારને કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું થોડા વર્ષો પહેલા ગોંડલમાં સૉર્ટ સર્કિટથી આગનો રિપોર્ટ આવ્યો જેમાં  PGVCLનું કનેક્શનને જવાબદાર ગણાવ્યું હતું. પરંતુ ત્યા વીજ કનેક્શન જ ન હતું.

આગ લાગતા કરોડોની મગફળી બળીને ખાખ

એકવાર આગ ઓલવાઈ ગયા બાદ ફરી પાછી આગ લાગી હતી અને વધુ ભભૂકી ઉઠી હોવાની પણ માહિતી મળી છે. આગ ઓલવવા માટે થાનગઢ અને ચોટીલા ફાયર બ્રિગેડની 10થી વધુ ફાયર ફાઈટરોએ કવાયત હાથ ધરી છે. આગ કયા કારણોથી લાગી તે અંગે હજુ માહિતી મળી શકી નથી.આગ લાગતા પ્રાંત અધિકારી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

 

 

 

 

 

Scroll to Top