Kutiyana: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાણાવાવ-કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ હતી. સ્થાનિક સ્વરાજની વાત કરીએ તો સમાજવાદી પાર્ટી 14 સીટ જીતવામાં સફળ રહ્યા છે. જ્યારે ભાજપ માત્ર 10 બેઠક જીતવામાં સફળ રહી હતી. હવે રાણાવાવ અને કુતિયાણાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીના પરીણામ બાદ આ બંન્ને નગરપાલીકા પર પ્રમુખની રાહ જોવાતી હતી. હવે આ બંન્ને નગરપાલીકા પર પ્રમુખની નામ જાહેર કરવામાં આવી છે. જેમાં કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે શાંતિબેન માલદેભાઇ ઓડેદરાની વરણી કરવામાં આવી છે. જ્યારે કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે કાના જાડેજાની પંસદગી કરવામાં આવી છે.રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ તરીકે ગીતાબેન જીતેન્દ્રભાઇ ભુતીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે રમાબેન ભરતભાઈ પીપરોતરની વરણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં રાણાવાવ અને કુતિયાણામાં બંન્ને સમાજવાદી પાર્ટીની બોડી છે.
Kutiyana નગર પાલિકામાં Kana Jadeja ને પ્રમુખ નહિ પણ બીજી મોટી જવાબદારી સોંપાઈ | Kandhal jadeja
