Virpur Jalaram Bapa: વીરપુરમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ખુબ વિરોધ ચાલી રહ્યો છે. આ વિરોધ બાદ લોહોણા સમાજે ચીમકી પણ આપી હતી. આ બંન્ને સમાજના ભારે વિવાદ બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. પરંતુ આ માફી બાદ પણ મામલો શાંત નથી પડ્યો.સ્વામિનારાયણ સંપ્રદાય સામે વીરપૂરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપુ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.
Virpur Jalaram Bapa । જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રઘુવંશી સમાજ વિરોધ સાથે શું ચીમકી આપી
