Parshottam Rupala એ Jalaram Bapa પર કરેલ ટિપ્પણી પર Prakash Swami નો લીધો ઉધડો | Virpur

Parshottam Rupala: ગઈ કાલે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે રઘુવંશી અને લોહાણા સમાજે આ નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો.આ બંન્ને સમાજના ભારે વિવાદ બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. પરંતુ આ માફી બાદ પણ મામલો શાંત નથી પડ્યો.સ્વામિનારાયણ સંપ્રદાય સામે વીરપૂરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હવે આ સમગ્ર ઘટનાને લઈ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદિત નિવેદન સામે આવ્યું હતું.આ નિવેદન પર સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. હવે આ મુદ્દે રાજકિય નેતાના પણ નિવેદન સામે આવી રહ્યા છે. રાજોકટ ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાઅ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું આવા સંતો અને અનુયાયીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયે આવા નિવેદનથી બચવું જોઈએ.જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધા નું કેન્દ્ર છે.આવા સંતોએ બોલતા પહેલા અરીસામાં જોવું જોઈએ.આ સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે બોલવાની.

Scroll to Top