Lohana Samaj: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા (Lohana Samaj) સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપુ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા (Lohana Samaj) રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.હવે સમગ્ર ઘટનાને લઈ લોહાણા (Lohana Samaj) સમાજના આગેવાાન હિરેન મશરૂની કેમેન્ટ વાયરલ થઈ રહી છે.
પોસ્ટમાં આ ઉલ્લેખ કર્યો હતો
લોહાણા (Lohana Samaj) સમાજના આગેવાન હિરેન મશરૂએ પોસ્ટમાં લખ્યું હતું કે, જલારામ બાપા ના ભક્તો અને લોહાણા (Lohana Samaj) સમાજના યુવાનો દ્ગારા સ્વામી પુરાવા રજુ કરે અથવા વિરપુર આવી માંફી માંગે તેવી માંગણી કરવામાં આવી છે. તેમણે વધુ ઉલ્લેખ કરતા લખ્યું પરીસ્થીતી નું નિર્માણ શું કામ થયું જ્યાંરે ભાજપના એક ધારાસભ્ય દ્ગારા જલારામ બાપા વિશે વિવાદીત ટીપ્પણી કરવા આવી ત્યારે શેલેષભાઈ ઠક્કર સાણંદ અને બીપીનભાઈ રાચ જેવા યુવાનો પોલીસ અરજીઓ આપી હતી.અમરેલી જિલ્લાના શહેરોમાં અને આવેદનપત્ર આપવામા આવ્યા હતા. ત્યારે મોટા લોહાણા આગેવાનો તે ચુપ હતા કારણ કે તે વિવાદીત ટીપ્પણી કરનાર ધારાસભ્યના પક્ષ સાથે જોડાયેલા હતા.સમયે સમયે સમાજના આગેવાનો સામાજિક જવાબદારી ભુલ્યા હતા.
વિરપુર આવી માંફી માંગે તેવી માંગ
લોહાણા (Lohana Samaj) સમાજના યુવાનોએ આગળ આવી માંફી મંગાવી ધારાસભ્ય પાસે વિવાદીત ટીપ્પણી વિવાદીત હોય છે, તે પછી ભાજપના ધારાસભ્ય કરે કે, સ્વામી કરે કોઈ ચમરબંધી કરે ધર્મ ના મામલા બાંધછોડના હોવી જોઈએ તે દિવસે વિરોધ હતો આજે પણ છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ શું કહ્યું હતું
જલારામ બાપુનો ઈતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે.જલારામ બાપુ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા. અને ગુણાતીતાનંદ સ્વામિની ખુબ સેવા કરી હતી.સ્વામી જ્યારે વીરપુર ગયા ત્યારે જલારામ ભગતને જાણ થતા તેઓ સ્વામીને લેવા ગયા હતા.ત્યારે સ્વામીએ ભગતને કહ્યું તમે અહીં સદવ્રત ચાલુ કરો.ત્યારે જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીને દાલ બાટી જમાડ્યા હતા. સ્વામીના આ નિવેદન બાદ ભારે વિરોધ થયો હતો.