બનાસકાંઠાના વડગામ વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા X પર એક નોંધ મૂકી છે. આ નોંધને કારણે, ગુજરાતના રાજકારણ સહીત આઈપીએસ અધિકારીઓમાં હલચલ મચી જવા પામી છે. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ, સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને કહ્યું છે કે,
બાબા સિદ્દીકીની જેમ, જો મારી કે મારા પરિવારના સભ્યો અથવા મારી ટીમના કોઈ સાથીદારની હત્યા થાય છે તો તેના માટે એકલા IPS રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે”.
“નકલી એન્કાઉન્ટર કેસમાં 7 વર્ષ જેલમાં વિતાવનાર આ અધિકારીનું પાત્ર આખું ગુજરાત જાણે છે.”
“ગમે તે થાય, હું ગુજરાત અને દેશના દલિતો, પછાત વર્ગો અને બહુજનના સ્વાભિમાનની લડાઈ ક્યારેય છોડીશ નહીં.”
If I am killed, IPS officer Rajkumar Pandiyan will be responsible for my death!
बाबा सिद्दीकी की तरह यदि मेरी, मेरे परिवारजनों की या मेरी टीम के साथियों में से किसी की भी हत्या होती है तो उसकी लिए केवल और केवल IPS राजकुमार पांडियन ज़िम्मेदार होंगे।
फर्जी एनकाउंटटर के मामले… pic.twitter.com/8gr7oskRyA
— Jignesh Mevani (@jigneshmevani80) October 21, 2024
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દલિતોના મુદ્દે રજૂઆત કરવા માટે રાજકુમાર પાંડિયન સમક્ષ ગયા હતા. જ્યા જીજ્ઞેશ મેવાણીના કહેવા અનુસાર રાજકુમાર પાંડિયને તેમનું અપમાન કર્યું હતું. ત્યાર બાદ, જીજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને એક પત્ર લખીને, આઈપીએસ રાજકુમાર પાંડિયન સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું હતું.
આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે
આ પ્રકરણમાં આજે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને તેમની, તેમના પરિવારના કોઈ સભ્યની કે તેમની ટીમના કોઈ સભ્યની હત્યા થાય છે તે તેના માટે માત્રને માત્ર આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે. આ ટ્વીટ પીએમઓ, કેન્દ્રીય ગૃહપ્રધાનના કાર્યાલય અને વિવિધ સમાચાર માધ્યમોને ટેગ કર્યાં છે.