Jalaram Bapa: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપ (Jalaram Bapa) સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપુ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ માંગી માફી
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદ ટિપ્પણી કરી હતી. આ મુદ્દો ન્યુઝ રૂમ ગુજરાતે સૌપ્રથમ ઉપડ્યો હતો. જેના કારણે આ મુદ્દાની અસર સમગ્ર ગુજરાતમાં પડતા બેફામ વાણીવિલાસ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. સ્વામીએ વિડીયો મારફતે માફી માંગી હતી.જે વિડીયો થકી વિવાદ થયો હતો તે સોશ્યલ મીડિયામાંથી હટાવી દેવામાં આવ્યો છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ શું કહ્યું હતું
જલારામ બાપુ (Jalaram Bapa) નો ઈતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે.જલારામ બાપુ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા. અને ગુણાતીતાનંદ સ્વામિની ખુબ સેવા કરી હતી.સ્વામી જ્યારે વીરપુર ગયા ત્યારે જલારામ (Jalaram Bapa) ભગતને જાણ થતા તેઓ સ્વામીને લેવા ગયા હતા.ત્યારે સ્વામીએ ભગતને કહ્યું તમે અહીં સદવ્રત ચાલુ કરો.ત્યારે જલારામ બાપા (Jalaram Bapa) એ ગુણાતીતાનંદ સ્વામીને દાલ બાટી જમાડ્યા હતા. સ્વામીના આ નિવેદન બાદ ભારે વિરોધ થયો હતો.