Swaminarayan: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપુ સ્વામિનારાયણ (Swaminarayan) મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ શું કહ્યું
જલારામ બાપુનો ઈતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે.જલારામ બાપુ જૂનાગઢ સ્વામિનારાયણ (Swaminarayan) મંદિરમાં ઘણો સમય રહ્યા હતા. અને ગુણાતીતાનંદ સ્વામિની ખુબ સેવા કરી હતી.સ્વામી જ્યારે વીરપુર ગયા ત્યારે જલારામ ભગતને જાણ થતા તેઓ સ્વામીને લેવા ગયા હતા.ત્યારે સ્વામીએ ભગતને કહ્યું તમે અહીં સદવ્રત ચાલુ કરો.ત્યારે જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીને દાલ બાટી જમાડ્યા હતા. સ્વામીના આ નિવેદન બાદ ભારે વિરોધ થયો હતો.
રાકેશ દેવાણી રઘુવંશી સમાજ આગેવાન
જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદન બાદ રઘુવંશી સમાજના આગેવાન રાકેશ દેવાણીએ મીડિયાને પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું કોઈ સ્વામિનારાયણના સ્વામી વિરપુર ન ગયા હતા. વિરપુરમાં ખુદ ભગવાન જલારામ બાપાની પરીક્ષા લેવા આવ્યા હતા.જેમાં બાપા પાસ થયા હતા.બાપુની ગેરહાજરી હવા છતા વર્ષોથી સદાવ્રત ચાલુ છે.તમામ ધર્મના લોકો આ સદાવ્રતમાં ભોજન ગ્રહણ કરે છે.ખુદ ભગવાન પરીક્ષા લેવા આવ્યા હોય તેવા જલારામ બાપા પર બફાટ કરી રહ્યા છે.આ સાધું જલારામ બાપુના શરણોમાં દંડવત કરી માફી નહીં માગે તો અગામી દિવસોમાં ભારે વિરોધ જોવા મળશે.