Porbandar ના ઘેડ પંથકમાં નહિ ભરાઈ હવે પાણી ! મનસુખ મંડાવિયાની 1500 કરોડ જાહેરાત | Newz Room Gujarat

Porbandar: કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત પ્રધાન મનસુખ માંડવિયા શનિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમની મિડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ઘેડ પંથકને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઘેડ પંથક માટે રૂ. 1500 કરોડનો પ્લાન ઘડાયો છે, જે ખૂબ સારી બાબત છે.“જૂનાગઢ અને પોરબંદર ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન પાણી ઘૂસી જવા પ્રશ્ને નક્કર આયોજન કરાયું છે. ઘેડ પંથકમાં 10થી 15 કિલોમીટર સુધી નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતા હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે રૂ. 1500 કરોડનો પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં હવે નદીઓ ઉંડી ઉતારી અને પાણી ન ભરાય તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

Scroll to Top