વિધાનસભા ગૃહમાં Harsh Sanghavi એ સુરક્ષા માટે લગાવેલ CCTV ના દૂરઉપયોગથી બચવા શું કરવું જોઈએ

Harsh Sanghavi: તાજેતરમાં રાજકોટની ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના CCTV ફૂટેજના વીડિયો વાયરલ થવાની ઘટના બની હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ સંદર્ભે જાહેર અગત્યની બાબત પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે, હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધારને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો.સુરક્ષા અને સર્વેલન્સના આ યુગમાં વિવિધ સ્થળો અને પ્રોપર્ટીમાં લાખો CCTV લાગેલા હોય છે. ત્યારે ઈન્ટરનેટની મદદથી આ હેકર્સ દેશના હજારો કેમેરા હેક કરીને એક દેશ વ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ આપણી ગુજરાત પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચ્યા અને મુખ્ય સુત્રધારોને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

Scroll to Top