ગુજરાતમાં મેઘ તાંડવ, છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, રાજકોટના લોધિકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો

 

ગુજરાતમાં નૈઋત્વના ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને 142 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો હોવા છતાં વરસાદી અસર ઓછી થવાનું નામ જ લઈ રહી નથી. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 69 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં અનેક તાલુકામાં ભારે પવન અમે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબીમાં 3.9 ઈંચ વરસાદ, માળિયા હટિનામાં 3.5 સઈંચ વરસાદ, માણાવદરમાં પણ 3.3 ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલીના કુંકવાડિયામાં 3 ઈંચ વરસાદ, 17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. પાછોતરા વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે.

આગામી 3 દિવસ સુધી વરસાદથી રાહત મળવાની શકયતા નહીં

છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી 3 દિવસ સુધી વરસાદથી રાહત મળવાની શકયતાઓ નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદી વાતાવરણ આગામી કેટલાક દિવસો સુધી યથાવત્ રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં યલો એલર્ટ છે.

 

 

 

 

 

 

Scroll to Top