Amreli: ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા મીડિયા સામે જણાવ્યું હતું કે, અમરેલી લેટર કાંડમાં ભાજપની આંતરિક લડાઈનો પાટીદાર યુવતી ભોગ બની છે.આ પાટીદાર દીકરી માત્ર 10 હજારમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી. આ દિકરીને ભાજપના લોકોએ તંત્ર સાથે મળી લોકોને કેવી રીતે હેરાન કરી શકે તે દુનિયાએ જોયું છે.આ ઉપરાંત તેમણે ગૃહ વિભાગ પર આક્ષેપ કરતા કહ્યું ગૃહ વિભાગના આદેશથી દીકરીને ઉઠાવી પટ્ટા મારી વરઘોડો કાઢવામાં આવ્યો છે.આ માત્ર પાટીદાર યુવતીનું નહી પણ રાજ્યની તમામ મહિલાઓનું અપમાન કર્યું છે.
Amreli સરઘસકાંડના મામલે Amit Chavda એ વિધાનસભા ગૃહમાં તપાસ પર ઉઠાવ્યા સવાલ | Payal Goti
