Ashram 3 નો ભાગ 2 ક્યારે રિલીઝ થશે? સિરીઝ આ એપ પર જોઈ શકશો ફ્રી

Ashram: ચાહકો બોબી દેઓલ (Bobby Deol) ની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ આશ્રમ 3 ભાગ 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.નિરાલા બાબાની એક્ટીંગ જોવા જેવી હશે. આ ભાગમાં શું કરતા જોવા મળશે તે જોવું ખૂબ જ સારું રહેશે. જ્યારથી આશ્રમ  3 (Ashram 3) ના ભાગ 2 નું ટ્રેલર બહાર આવ્યું છે, ત્યારથી તેની ચર્ચા ઘણી વધી ગઈ છે.

27 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે

આશ્રમ 3 (Ashram 3) ભાગ 2 પ્રાઇમ વિડિયો અને એમએક્સ પ્લેયર બંને પર રિલીઝ થવા જઈ રહી છે. જો તમારી પાસે પ્રાઇમ સબસ્ક્રિપ્શન છે તો તમે તેને ત્યાં જોઈ શકો છો અને જો નહીં તો ચિંતા કરવાની જરૂર નથી. તમે MX પ્લેયર પર આશ્રમ 3 (Ashram 3) ભાગ 2 મફતમાં પણ જોઈ શકો છો.આશારામ 3 (Ashram 3) પાર્ટ 2 ના કલાકારો વિશે વાત કરીએ તો,બોબી દેઓલ (Bobby Deol) ની સાથે ત્રિધા ચૌધરી, અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, સચિન શ્રોફ, અનુરીતા ઝા અને રાજીવ સિદ્ધાર્થ આ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

આશ્રમ 3 ના ભાગ 2 માં છે આ ખાસ

આશ્રમ 3 (Ashram 3) ના ભાગ 2 માં કંઈક ખાસ થવાનું છે. પમ્મી બદલો લેવા આશ્રમ (Ashram 3) પરત ફરવા જઈ રહી છે. તે કેવી રીતે નિરાલા બાબા અને ભોપા સ્વામીને એકબીજાની સામે ઉભો કરશે અને ન્યાય માટે શું થશે તે જોવા માટે તમારે થોડા કલાકો રાહ જોવી પડશે. પરંતુ ટ્રેલર પરથી લાગે છે કે આ ભાગની સ્ટોરી ઘણી રસપ્રદ બનવાની છે.

 

 

 

 

 

 

Scroll to Top