Amreli News: અમરેલી લેટરકાંડની સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં પાટીદાર યુવતીને રાત્રે 12 વાગ્યે ધરપકડ કરી સરઘસ કાંઢતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદના પડઘા સરકાર તથા પોલીસ વિભાગ પર પડ્યા હતા. હવે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી નાખી છે.અમરેલી (Amreli) LCB પીઆઈ એ.એમ.પટેલની કચ્છ પશ્ચિમ-ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અમરેલી (Amreli) ના સાયબર ક્રાઈમ PI એ.એમ પરમારની વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે. અમરેલી LCB PSI કુસુમ પરમારની વડોદરા ગ્રામ્યમાં બદલી કરી દેવામાં આવી છે.
પાટીદાર યુવતીનો સરઘસ કાઢતા વિવાદ સર્જાયો
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અમરેલી (Amreli) LCBમાં ફરજ બજાવતા પી આઈ. એ.એમ.પટેલની કચ્છના ભુજ ખાતે બદલી કરવામાં આવી હતી.જ્યારે સાયબરમાં ફરજ બજાવતા P.I. એ.એમ.પરમારની વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે LCB ના પી.એસ.આઇ. કુસુમ પરમાર વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી હતી. આ બદલી બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
વડા વિકાસ સહાય દ્વારા અધિકારીઓની કરાઇ બદલી
આ અધિકારીની બદલી થતા તેમના સ્થાને નવા અધિકારીની નૂમણંક કરવામાં આવી હતી.જેમાં રાજુલા પી.આઇ. વિજય કોલાદરાની અમરેલી LCB માં નિમણૂક કરવામાં આવી હતી.તથા લીવ રિઝર્વના પી.આઇ. કે.વી.ચુડાસમાની સાયબર સેલમાં નિમણૂક આપવામાં આવી છે.આ ઉપરાંત અમરેલી (Amreli) જિલ્લાના 8 પી.આઇ.ના અરસપરસ પોલીસ ઈન્સ્પેકટરોની નિમણૂક કરી હતી.