Amreli: અમરેલી લેટર કાંડ બાદ અમરેલી પોલીસ અધિકારીઓની થઈ બદલી.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અધિકારીઓની બદલી કરી હતી.અમરેલી LCB પી આઈ. એ.એમ.પટેલની કચ્છ ભુજ ખાતે બદલી કરવામાં આવી. જ્યારે અમરેલી સાયબર P.I. એ.એમ.પરમારની વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે. અધિકારીઓની બદલીઓ થતા અમરેલી LCB અને સાયબર પી.આઇ. તરીકે અમરેલી એસ.પી. એ નવી નિમણૂકો આપી છે. નવા નિમૂણક પ્રમાણે રાજુલા પી.આઇ. વિજય કોલાદરાની અમરેલી LCB માં નિમણૂક કરવામાં આવી છે. આ સાથે અમરેલી જિલ્લાના 8 પી.આઇ.ના અરસપરસ પોલીસ ઈન્સ્પેકટરોની નિમણૂક કરતા અમરેલી એસ. પી.સંજય ખરાતે પોસ્ટીંગ આપી હતી.
Amreli સરઘસકાંડ મામલે DGP Vikas Sahay ની કાર્યવાહિથી Police બેડામાં મોટો ખળભળાટ | Kaushik Vekariya
